આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૪
 

[ ૨૦ ] કાકી ઘરમાં લાવે છે નાનપણના એક પ્રસંગ યાદ આવે છે. મારે ત્યાં મા એક મિત્ર મારી સાથે રમવા આવેલા. અમે રમતા હતા એટલામાં માટી એન આવીને ખેલી : “ ભાઈ! કાકી તને ઘરમાં મેલાવે છે. ” હુ· ઘરમાં ગયા અને કાકીએ મને ખદામની પૂરી આપી. મને કહે : “ અહીં ખૂણામાં બેસીને ખાઇલે. ત્યાં બહાર તે તારા ભાઈબ'ધ છે. ” મારા મિત્રને મૂકીને ખાવું મને કેમ ગમે ? મેં કહ્યું : “ મારે નથી ખાવું; પછી ખાઈશ. ” ,, કાકી કહે : “લે હવે ખાતા જા ને? ઝટ કર; વખતે પેલા બહાર બેઠો છે તે અંદર આવશે. ” કાકીએ એવી રીતે કહ્યું કે હુ વધારે ખેલી શકયા નહિ અને બદામની પૂરી ખાઈ ગયા. મારા મિત્ર તા આતુરતાથી મારી રાહ જોતા હતા. હું ગયા એટલે રાજી થયા, અને અમે બન્ને રમવા લાગ્યા, અમે થાડુંક રમ્યા; પછી તે ગયા. આ વાતને વર્ષો વીત્યાં છે. પણ વારવાર મને એવુ' થઇ આવે છે કે જાણે હું ઝટઝટ મિત્રથી ચારીને બદામની પૂરી ખાઉં છું! જાણે હું કાંઈક ગુપ્ત રીતે પાપ કરું છું! મને થયા કરે છે કે કાકીએ કહ્યું તેથી મે આ શું કર્યું? મારા મિત્રને છેડીને એક ચાર બનીને મેં કેમ ખાધું?