આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
માબાપોને
 


ઘણાં બાળકો અમારા બાલમંદિરમાં આવીને ચોરણી કાઢી નાખે છે. અમે સમજીએ છીએ કે તેમને તેની જરૂર નથી; માટે કાઢી નાખેલી ચોરણી તેને પરાણે પહેરાવવાનું જરા પણ દબાણ કર્યા વગર અને તે એક કોરે મૂકી દઈએ છીએ. બાળકને પોતાને તો નાગા રહેવામાં કાંઈ શરમ નથી. પણ શરમનો ખ્યાલ આપણને થવાથી તેમને લૂગડાં પહેરાવવા મહેનત કરીએ છીએ. આમ કરવાથી બાળકો નાનપણથી શરમાતાં શીખી જાય છે, તેમને તેમની નાની વયમાં શરમનું ભાન કરાવવાની જરૂર નથી. તેઓ જેવાં સ્વભાવથી નિર્દોષ હોય છે, તેવાં નિર્દોષ જેમ બને તેમ લાંબા વખત સુધી-મોટી વય સુધી રહે તેમ કરવું જોઈએ. એવું નિર્દોષ અને નિર્લજ્જ બાળપણ જેટલું લંબાશે તેટલી તેમના આયુષ્યની વૃદ્ધિ થશે, અને તેમની તંદુરસ્તી પણ તેટલા જ પ્રમાણમાં જરૂર વધશે. માટે તેમની નિર્દોષ હાલત ટકાવી રાખવા માટે લૂગડાં નહિ પહેરાવાં એ જરૂરનું છે.

છોકરાંઓના પોશાકના સંબંધમાં મારે બીજી વાત એ કહેવાની છે કે તેમનો પહેરવેશ કીમતી કપડાંનો ન હોવો જોઈએ. કીમતી પોશાકથી ફાયદો નથી. છોકરું તો પોશાકની કિંમત સમજતું નથી. તેને મન તો તે પણ લૂગડું જ છે. તેને કીમતી પોશાકની ચિંતા કરવાની પણ પરવા નથી. પણ તમે તેને કીમતી પોશાક જ્યારે પહેરાવો છો ત્યારે તમે એવું ઇચ્છો છો કે એ કીમતી લૂગડાં બગાડે નહિ માટે બાળક એક ને એક જ ઠેકાણે બેસી રહે. તે પોશાક મેલો કે ગંદો થવાનું તમને ગમતું નથી. પણ બાળકને એક જ ઠેકાણે ચૂપચાપ બેસી રહેવું ગમતું નથી, તેથી બાળક મૂંઝાય છે અને અકળાય છે. તેને તો માત્ર સ્વચ્છ, સાદાં અને ઋતુને યોગ્ય લૂગડાં પહેરાવવાં જોઈએ. ઉનાળામાં તેમને જાડાં લૂગડાંની જરૂર