આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની ગંદી રમતો
૧૨૫
 







બાળકોની ગંદી રમતો

હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માબાપો તરફથી મને આ પ્રશ્ન પૂછવામાં આવે છે: “કોઈ કોઈ વાર અમારું બાળક ગંદી રમતો રમે છે, અને જ્યારે ટોકીએ છીએ કે મારીએ છીએ ત્યારે એ ઊલટું છાનુંમાનું રમે છે, અને તે બાબત સંતાડીને જૂઠું બોલે છે. આ ગંદી રમતોમાંથી બાળકોને શી રીતે બચાવવા અને તે બાબતમાં અમારે શું કરવું ?”

આ પ્રશ્ન હરેક માબાપને એક વખત થવાનો જ છે. સૌ બાળકોની જિંદગીમાં કદાચ એક કાળ એવો આવી પણ જવાનો કે જે વખતે તે આવી ગંદી રમતોમાં આવી પડે; અગર તો તેની નજીકથી પસાર થઈ જાય. સૌ માબાપે આ બાબતમાં જરા પણ બેદરકારી રાખવા જેવું નથી. એટલું જ નહિ, પણ તેમણે અમુક અમુક બાબતોમાં ચોક્કસ કાળજી રાખવાની જરૂર છે.

મારા નાનપણમાં મોસાળમાં અમને એક છોકરીની સોબત થઈ હતી. અમે ખાસ ગંદું શું કરતા હતા અત્યારે યાદ નથી, પણ મારા મન પર એટલી છાપ રહી ગઈ છે કે એ છોકરી કંઈક ગંદું