આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
માબાપોને
 

અનુકૂળ વાતાવરણ આપણું પોતાનું ગૃહસ્થ તરીકેનું જીવન પણ છે. આપણે સ્ત્રી પુરુષ એવી રીતે રહીએ કે જેવી રીત બાળકોની આંખે પડવી ન જોઈએ, બાળકોના કાને અથડાવી ન જોઈએ, તો એ રીતની છાપ બાળકો ઉપર પડશે; ને બાળકોને તેનો ગેરલાભ થયા વિના રહેશે નહિ.

નાનપણમાં બાળકો વાતાવરણ પરત્વે બહુ જાગ્રત હોય છે. તેઓ ઉપર વાતાવરણ બહુ મજબૂતીથી અસર કરે છે. તેઓને સામા ઘરનું, ઓરડાનું ને બધા માણસોનું સારું નરસું વાતાવરણ હવામાન પ્રમાણે સ્પર્શે છે, અને તેના લાભાલાભનાં ભાગીદાર થઈ જાય છે. ઊંઘમાં પણ બાળકોની આસપાસનું વાતાવરણ બાળકોને અસર કર્યો જ જાય છે. આ અસર માત્ર શરીર ઉપર જ નહિ, પણ મન અને તેની પાછળ રહેલી અન્ય શક્તિઓ અને વૃત્તિઓ પર પણ થયા કરે છે.

આમ બાળકોની બદીનાં કારણોમાં આપણું માબાપનું વર્તન પણ હોય છે. આપણે માબાપો તરીકે જાણીએ પણ છીએ કે આપણે બાળકોની હાજરીમાં કેવાં સંયમી કે અસંયમી છીએ; એટલે આપણે પોતે બદીઓની જવાબદારીમાં આપણો હિસ્સો નથી એમ કહી શકીએ તેમ નથી.

વળી એ વાત પણ જાણવા જેવી છે કે જ્યારે મોટાંઓ સુધ્ધાંને કંઈ પ્રવૃત્તિ મળતી નથી ત્યારે તેઓ ખરાબ માર્ગે ચડે છે. દરેક માણસ કંઈક કરવા માગે છે; માણસમાં કંઈક સર્જન કરવાની સહજ વૃત્તિ છે. આ વૃત્તિને અવકાશ મળતો નથી - અર્થાત્ જ્યારે માણસના હાથમાંથી કામકાજ ઝૂંટવી લેવામાં આવે છે, ત્યારે તે નવરો બેઠો નખ્ખોદ વાળે છે; એટલે કે તે કંઈ ને કંઈ નઠારી