આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
માબાપોને
 


બાળકોને શેરીમાં રમવા જવા ન દેવાં એ જ આજની પરિસ્થિતિમાં યોગ્ય છે. શેરી જ આજે તો ગંદકીનું ઘર થઈ પડી છે. ઘણાં બાળકો ત્યાંથી જ ગંદકી કે બદીના જંતુઓ ઉપાડે છે. બાળકોને ઘરમાં ગોંધી રાખવાનાં નથી; બાળકો ઘર છોડીને એટલા માટે શેરીમાં જાય છે કે ત્યાં દોડવા કૂદવાનું અને ભાઈબંધો સાથે સામાજિક જીવન મળે છે. બાળકો અમુક ઉંમરે ભાઈબંધો માગે. છે; એની ના પાડવાથી તેઓ છટકીને નાચે છે ને મૈત્રી મેળવતાં મેળવતાં તેની સાથે બદીઓ પણ મેળવે છે.

માબાપોએ બાળકોના મિત્રો ઘરે આવે તેવી ગોઠવણ કરવી જોઈએ. બાળકોના મિત્રોનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. બાળકોને તંદુરસ્ત વાતાવરણ આપવા માટે પસંદ કરેલ મિત્રોને ઘરમાં સ્થાન આપવું પડશે. આપણે આપણા મિત્રો માટે ખૂબ વખત અને પૈસા ખર્ચીએ છીએ; તો બાળકોના મિત્રો માટે તેટલો નહિ તો અરધો ખર્ચ પણ તેમને આરોગ્ય અને આનંદ અને આપશે.

વધારામાં આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે શરીરે અને કપડાંથી ગંદાં રહેતાં બાળકો ગંદકી તરફ વહેલાં જાય છે. તેમની અંદરની વૃત્તિને તે દ્વારા પોષણ મળે છે. માટે બાળકોને શરીરે શરીરનાં બધાં અંગોમાં સ્વચ્છ રાખવાં જોઈએ. કપડાં સ્વચ્છ અને તંગ નહિ તેવાં જ પહેરાવવાં જોઈએ; અને તેમને ચળ આવે કે શરીરને ચૂંથવાનું વલણ થાય તેવું થવા દેવું ન જોઈએ. આ બધા નિષેધો છે. બાળકોને સીધી રીતે આ બાબતો વિષે કહ્યા વિના તેની સગવડ કરવાની છે.

એક વાત કરવાની નથી. તે એ કે બાળકોને ગંદી રમતો