આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
માબાપોને
 


કીધેલી છે. કેટલીએક પ્રવૃત્તિઓને દાબી દેવા ધમકી અને શિક્ષા પણ કરેલી છે. પરંતુ તે વાત જવા દઈએ. હવે આપણે ફરી વાર નવે નામે શરૂ કરીએ.

આપણે જરા ઝીણી નજરે જોઈશું તો બાળક કંઈ ને કંઈ કરવા માગતું હશે, કંઈ ને કંઈ કરતું હશે. આપણે જરા વધારે વાર ઊભાં રહીને જોઈશું તો જણાશે કે તે જે કરે છે તે એક ચોક્કસ ક્રિયા છે. તેની પાછળ કંઈ ને કંઈ નિશ્ચિત હેતુ છે. તે હેતુ પાર પાડવા માટે તેના મનમાં કલ્પના છે. તે પોતાની નાની છતાં બળવાન ક્રિયાશક્તિ વડે તે સિદ્ધ કરવા અથાગ મહેનત કરી રહ્યું છે. તેણે પોતાની સર્જક અને કલ્પક બુદ્ધિથી ઘણી વાર લાયક સાધનો-હથિયારો શોધી કાઢ્યાં છે. તે કામમાં તેની અસાધારણ તન્મયતા છે.

આવી પ્રવૃત્તિ તે જ બાળકની ખરી પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિને આપણે જોઈ જોઈને બાળકની પ્રવૃત્તિઓની યાદીમાં નોંધી લેવી જોઈએ. બાળક પાસેથી એક વાર જાણવામાં આવેલી પ્રવૃત્તિ જો આપણે તેને આપશું તો તે તુરત જ લેશે; તેમાં તે તલ્લીન થશે; તેમાં કામે લાગી આનંદી અને સુખી થશે.

અત્યારે આપણા ઘરમાં કોઈ વાર આવી પ્રવૃત્તિઓ અચાનક મળી જાય છે તો બાળક દીવો કર્યું દેખાતું નથી; ને કોઈ વાર જ્યારે તે નથી જડતી ત્યારે બાળક પોતે કંટાળીને ફર્યા કરે છે ને જેને આપણે કનડવું કહીએ છીએ તેવું કનડે છે. બાળકો માટેની પ્રવૃત્તિઓ આપણે કાંઈ જોડી કાઢવાની કે ઘડી કાઢવાની નથી. તેમની જ પ્રવૃત્તિઓ આપણે તેમને આપવાની છે. અને આપવી છે એનો અર્થ એ છે કે આપણે તે માટેનાં સાધનો તેમને પૂરાં