આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૪૩
 


તેઓ ઉત્સાહથી કામે લાગ્યાં હશે ત્યારે મજા આવશે. નાના હાથો નાની પ્રવૃત્તિને પૂર્ણ ગંભીરતાથી – સંપૂર્ણ ક્રિયાબળથી કરી રહ્યા હશે. તેમના મ્હોં પર પરસેવાનાં ટીપાં અથવા લાલી દેખાશે. તેઓ એકાગ્ર ને પ્રસન્ન હશે. જેમ આપણે આપણી કોઈ ઈષ્ટ પ્રવૃત્તિમાં તલ્લીન હોઈએ છીએ ત્યારે જેવાં દેખાઈએ છીએ તેવાં તેઓ દેખાશે.

હથિયારો કેમ વાપરવાં, ક્યાં મૂકવાં ને વ્યવસ્થા ને સ્વચ્છતા કેમ રાખવી વગેરે તેમને આગમચથી બતાવવું.

: ૧૦ :
પ્રાણીઓ પાળવાં

બાળકો માટે આ કામ સરસ છે. શેરીમાં બાળકો કૂતરાંને અને કુરકુરિયાંને રમાડે છે – તે આપણે જાણીએ છીએ. તેઓને તેમાં ગમ્મત આવે છે તેનો આપણને જાતઅનુભવ છે. બાળકોને કુરકુરિયાં, બચોળિયાં, નાનાં ભાઈબહેન, એ બધાં જીવન્ત મિત્રોની ઉપર બહુ પ્રેમ આવે છે. તેઓ તેમને ખવડાવે પિવડાવે છે, રમાડે છે, છાતી સરસાં રાખે છે, તેમને ભેગાં સુવાડે છે, તેમની સાથે હસે બોલે છે, ને તેમના સુખે સુખી અને તેમના દુઃખે દુઃખી થાય છે. બાળકોની એ જીવન્ત સૃષ્ટિ છે. બાળકો તેમની સાથે ઊછરે છે. તેમની વચ્ચે રહી પ્રેમ કેળવે છે. તેમના પરિચયથી ઘણો અનુભવ મેળવે છે. પોતે તેમને ખવરાવવા પિવરાવવામાં ઉદ્યોગી રહે છે. બાળકોને આ જીવન્ત્ત વાતાવરણ તેમના વિકાસ માટે અવશ્ય મળવું જોઈએ.

જો આપણે ગાયો ને વાછરડાંની મૈત્રી બાળકોને આપી શકતા હોઈએ તો પ્રાણી પરિચય માટે તે સર્વોત્તમ સાધન થાય. તેના અભાવે કૂતરું બિલાડું આપણે પાળીએ. ઘરમાં કોઈ પક્ષી