આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું
૬૫
 


થોડા જ દિવસમાં વાંચતાં લખતાં સુંદર શીખી ગઈ. એક વર્ષમાં બુદ્ધની જાતકમાળામાંથી વાંચવા લાગી. ચિત્ર ઠીક આવડે; નાચે ને રાસડા પણ લે. બધી રીતે સારી હોશિયાર પણ બાલમંદિરમાં કોણ એની કદર કરે–એનો પેલો નંબર રાખવાનું બાલમંદિર કેવી રીતે ગોઠવી આપે ? એની હોશિયારી એનાં માબાપને મન નકામી હતી. માબાપે એને ઉઠાડી લઈ બીજી શાળાએ મૂકી. છોકરીને અમે પૂછ્યું: “બહેન, કેમ ઊઠી ગયાં ?” તે કહે: “બીજી નિશાળે ઘાઘરી પોલકું મળે ! મારી બા કહે ત્યાં હું તો ભણવાની.” ઈનામની લાલચથી નિશાળ છોડાવનાર માબાપો બાળકને ઈનામનું વિષ કેવી રીતે આપે છે તે અહીં પ્રત્યક્ષ દીઠું. જે ઇનામ માટે આજે શાળા ગમી છે તે ઈનામ કાલે શું નહિ કરે ?

આ ઈનામ આપનારી શાળાઓને પણ પેલી આગ કેમ નહિ બાળે ?

હવે એક જ છોકરીની વાત. શું સુંદર નાજુક છોકરી! એનો પ્રાણ તો એની આંખોમાં આવી રહ્યો હતો. એનાં સ્વપ્નો અને વિચારોમાં તરંગો હતા. એની ચિત્રવાર્તાઓ પરીઓના મુલકની હતી, એમ જરા કાવ્યના પ્રદેશમાં વિચરીએ તો કહી શકાય. આખો દહાડો ચિત્ર ચિત્ર ને ચિત્ર જ ! નવી જ કલ્પના, નવી જ રંગની મિલાવટ, નવી જ ગોઠવણ, સ્વચ્છતા, સુકોમળતા અને સુરમ્યતાની સંધિ ચિત્ર ચિત્રે પ્રત્યક્ષ દેખાય. એને વાંચવું કોઈ વાર ગમે. લખે; પણ તે સ, ખ, ૫, લ, બ જેવું. ભણવાનું કહો તો કંટાળે; પણ કાંતવા જાય ત્યાં પોતાના ચિત્ર જેવું, પોતાના બાંધા જેવું નાજુક ઝીણું અને પોતાના હાસ્ય જેવું ધોળું સૂતર કાઢે. પણ એના માબાપ કહે: “એને ચીતર કાઢીને શું કરવું છે ? બીજું કાંઈ શીખતી નથી.” એને એમણે ઉઠાડી લીધી. અમારી