આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એમાં સંશય નથી. જુદા જુદા દેશનાં તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા સમજવાની જે તક તેમને કૉલેજના અભ્યાસ દરમ્યાન મળી તેની પૂર્ણ અસર તેમના જીવન ઉપર થઈ અને તેનો લાભ તેમણે જનતાને પહોંચાડ્યો.” પૂર્વના અને પશ્ચિમના ધર્મ, તત્ત્વજ્ઞાન તથા કાવ્યના ગ્રંથોનો તેમનો અભ્યાસ કેટલો વિશાળ અને ઊંડો હતો તેને ખ્યાલ ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના અંગ્રેજી ભાષાન્તરની ‘માય સબમિશન’ (મારૂં નિવેદન) એ નામની તેમણે જે વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે તે ઉપરથી આવે છે.

૪૦