આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુખમાંથી નીકળતું. અહંકાર અને દેહાધ્યાસ ટાળવાનું સાધન નમ્રતા અને સેવા છે એ તેઓ ઠોકી ઠોકીને કહેતા.

નમિયા સો તો સાહેબને ગમિયા પ્યારે,
નમિયા સોઈ નર ભારી રે જી.
નારદ નમિયા ને આવી ગરીબી ત્યારે
મટી ગઈ દિલડાની ચોરી રે જી.
ઢીમર ગુરુએ ઉપદેશ આપ્યો, ત્યારે
મટી લખચોરાશીની ફેરી રે જી.

વળી કહે :

ઊંચા ઊંચા સૌ ચલે, પણ નીચા ન ચલે કોઈ
જો નીચા નીચા કોઈ ચલે તો સબસે ઊંચા હોઈ,
રામરસ ઐસા હૈ મેરે ભાઈ !

ધ્રુવે પિયા, પ્રહલાદે પિયા, પિયા પીપા ને રોહીદાસ
પીતાં કબીરાં છક રહ્યા, ઔર ફેર પીવનકી આસ.
રામરસ ઐસા હૈ મેરે ભાઈ !

મહાદેવ લખે છે : “આ ‘રામરસ’વાળું ભજન ગાતાં તેમનામાં જે મસ્તી અને ખુમારી મેં જોઈ છે તેવી ભાગ્યે જ બીજે ક્યાંયે જોઈ છે.” લગભગ પંદર વર્ષ આ ભગતજીનો સત્સંગ વખતોવખત કરવાનું સદ્‌ભાગ્ય મહાદેવને સાંપડ્યું હતું.

૪૫