આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બંને હાથના પંજાની છાપ પાડીને મોકલો અને તેની સાથે જન્મનાં તારીખ, સ્થળ અને સમય લખી જણાવો એટલે તમારી જિંદગીનો આખો અહેવાલ લખી મોકલીશું. મહાદેવે તો બધું મોકલાવ્યું અને રૂા. ૨-૨-૦નું વી. પી. આવી રહ્યું. ગમ્મત એ છે કે મહાદેવને એ પાછું ગજબ લાગ્યું અને કહેવા લાગ્યા કે સાથેમાં સાથે રહેનાર માણસ પણ આવી વિગતો ન કહી શકે.

એ વખતે એક રાણે કરીને માણસ જુહુમાં રહેતો. તે કુદરતમાં મળી આવતી વસ્તુઓને સહેજસાજ કાપીકૂપી બહુ કળામય રીતે સજાવતો. તેના આખા નાના બંગલાની અને તેની આસપાસના બગીચાની રચના અને સજાવટ કુદરતી રૂપમાં મળી આવતી વસ્તુઓથી તેણે સુંદર કળામય રીતે પોતાની જાતમહેનતથી કરી હતી. અમે વિદ્યાર્થીઓ એ ખાસ જોવા જતા. તે દર ગુરુવારે મુલાકાત આપતો અને હાથની રેખાઓ, માથું તથા ચહેરો જોઈ ભૂત અને ભવિષ્ય કહેતો. એનો બંગલો અને બગીચો ખરેખર જોવાલાયક હતાં અને એ જોવા જવાનું મન થાય એ સ્વાભાવિક હતું. પણ મહાદેવ તો બેત્રણ વાર પોતાનું ભવિષ્ય પૂછવા પણ તેને મળી આવેલા. ત્રિકાળદર્શી આયનામાં પણ મહાદેવ નાના હતા ત્યારે ગજબ ગજબની વાતો એમને દેખાતી ! આવી વસ્તુઓ ઉપર શ્રદ્ધા રાખતા છતાં એટલું સારું થયું કે તેમણે પોતાના જીવનનો કાર્યક્રમ આવા કશા ઉપર ઘડ્યો નહીં. એક વખત સીમલામાં (સને ૧૯૩૮માં) મહાદેવભાઈ

૪૭