આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“તેમની કારકિર્દી દરમ્યાન એક બનાવ બન્યો તેની નોંધ લેવા લાયક છે. ખેડા જિલ્લામાં એક સહકારી મંડળીની મુલાકાત લીધા પછી ભાઈ મહાદેવે અમુક ભલામણ કરી હતી અને તેને અમલ કરવા માટે સીધી બૅન્ક ઉપર મોકલી આપી હતી. સીધી મોકલી આપવાનું કારણ એ હતું કે સરકારના સહકારી ખાતા તરફથી તે વિભાગમાં ઑનરરી ઑર્ગેનાઈઝર (માનદ પ્રચારક) તરીકે જે ભાઈ કામ કરતા તેમણે મંડળીની લોન માટેની અરજી પૂરતાં કારણ વિના અટકાવી રાખી હતી. પણ મહાદેવે બધી હકીકત સીધી બૅન્કને મોકલી આપી એટલે પેલા ભાઇને લાગ્યું કે પોતાની અવગણના થઈ. ચાલુ રૂઢિ મુજબ આ ભલામણ તેમની મારફત થવી જોઈતી હતી એવી તેમણે સહકારી ખાતાના વડા અધિકારી (રજિસ્ટ્રાર)ને ફરિયાદ કરી અને જણાવ્યું કે આ પ્રમાણે કામકાજ ચાલે તો તંત્રમાં બિન–જવાબદાર તત્ત્વ દાખલ થાય. વસ્તુતઃ એ પ્રચારકને નાણાં ધીરવાનાં નહોતાં ને કાયદેસર તેમની કશી જવાબદારી આવતી નહોતી. છતાં સહકારી ખાતાના વડાએ બૅન્કને સૂચના કરી કે ભાઈ મહાદેવને તાકીદ આપે કે ચાલતી રૂઢિને અવલંબીને કામ કરે અને જે ભલામણ ભાઈ મહાદેવે કરી હતી તે તપાસ માટે માનદ પ્રચારકને મોકલી આપે. ખુલાસો પૂછતાં ભાઈ મહાદેવે એવો મુદ્દાસર સચોટ ઉત્તર આપ્યો કે તે વાંચ્યા પછી પોતાની સૂચના બાબત સરકારી રજિસ્ટ્રાર કાંઈ આગ્રહ રાખી શક્યા નહીં. ઊલટું એમને કબૂલ કરવું

૬૨