આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થશે. કારણ સાંજના બે કલાક તો હોમરૂલના છે. ગિન્નાં હવે સારાં થયાં હશે.

લિ○
તમારો મહાદેવ
 


તા. ક. જે જિંદગીને નકામી માની કેટલીક વાર કંટાળતો તેને હવે worth living (જીવવા જેવી) માનવા જેટલી શ્રદ્ધા મનમાં આવી છે. જોકે બાપુજીએ જે મને આટલું બધું કહી શરમમાં દબાવ્યો છે તે તો હું મારે વિષે માનવાને હજી અશક્ત છું. માત્ર એટલું જ કે એવું સર્ટિફિકેટ મને જિંદગીમાં કદી મળ્યું નથી, કદી મળનાર નથી. ભવિષ્યમાં કંઈ કામનો હું નિમિત્ત થાઉં અને જગત મને પ્રશંસે તોપણ આ અંતરના ઉદ્‌ગારો મારા અંતરનો અને જિંદગીભરનો ખજાનો છે.


    દર વર્ષે ઊજવીએ તેનો કોઈ અર્થ નથી. ગોખલેજીનાં બધાં ભાષાણોનો ગુજરાતીમાં અનુવાદ કરી આપવા કોઈ તૈયાર થાય તો હું છપાવવાની ગોઠવણ કરીશ. આ ઉપરથી એમને આશ્રમમાં મળીને એ કામ કરવાની મેં તૈયારી બતાવી અને તેમાં મહાદેવની મદદ પણ હું મેળવીશ એમ જણાવ્યું. થોડાં પાનાંના અનુવાદ કરી પોતાને બતાવવા મને કહ્યું. એ અનુવાદ તેમણે આનંદશંકરભાઈને જોવા આપ્યો અને તેમણે પાસ કર્યો એટલે કામ મને સોંપ્યું. બધાં ભાષણોમાંથી ચરિત્રકીર્તનનાં ભાષણોનો મહાદેવે કરેલો અનુવાદ અને દક્ષિણ આફ્રિકા વગેરે વસાહતી પ્રશ્નો ઉપરનાં ભાષણોનો મારો અનુવાદ એમ બે ચોપડીઓ બહાર પડી છે.

૮૩