આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહાદેવના પિતાશ્રીના એક મિત્ર તેમાં હતા. ઘરમાં અમે જ્યાં બેઠા હતા ત્યાંથી એક મિલમાલિકની હવેલી દેખાતી હતી. પિતાશ્રીના મિત્ર મહાદેવને કહે : “તું કમાઈને આવી હવેલી બંધાવે ત્યારે મારા જીવને ટાઢક વળે. પિતાશ્રીએ કહ્યું : ભાઈ, આપણે એવી હવેલીબવેલી કાંઈ જોઈતી નથી, આપણાં ખોરડાં રાજ કરે. એ હવેલીમાં રહેનારાંનાં જીવન કેવાં હોય છે અને એ લોકો કેવાં સુખી કે દુઃખી હોય છે તેની આપણને શી ખબર પડે ? માટે આ જ સ્થિતિમાં આબરૂભેર આપણે જીવન ગાળીએ એમાં મને તો પૂરો સંતોષ છે. એટલે પિતાશ્રીને વાંધો ધનનો નહીં પણ બીજા કારણોએ જ હતો. મહાદેવ પિતાશ્રીને એમ સમજાવતા કે : ગાંધીજીની પાસે જઈને મારે ક્યાં મોટા નેતા થવું છે ? મારે તો છાયા જેવા જ રહેવું છે. એમની સાથે ફરવું છે, ઘડાવું છે ને શિક્ષણ લેવું છે. મારે નેતા થવું હોય તો વિચાર કરવાનો રહે. અને ગાંધીજીને તો સ્ટેટસ (માનમરતનબો) મળી ગયેલું છે. એટલે મારે વિચારવાનું છે જ નહીં.

બાપુજીને ચરણે બેસી ગયા

ચંપારણમાં ફરી આવ્યા પછી પિતાશ્રીના આશીર્વાદ મેળવવા મહાદેવ એમની સાથે દિહેણમાં રહ્યા. તે વખતે હું બાપુજી સાથે ચંપારણમાં હતો. એક દિવસ મહાદેવનો તાર આવ્યો : હું અને દુર્ગા આવીએ છીએ. હું એમને સ્ટેશન પર લેવા ગયો પણ એ આવ્યા નહીં. પાછો આવ્યો ત્યારે બાપુજીએ મહાદેવનો તાર બતાવ્યો કે : પિતાશ્રીનું

૮૫