આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
અસ્પૃશ્યતાનિવારણ ખાતર ગૃહત્યાગ


બાપુ: આનો જવાબ હું આપી શકું, એના કરતાં રાજાજી વધારે સારા આપશે. સ) : આ કામ કરવા માટે રજા આપવા તમે સરકારને શું કામ વિનંતી કરી ? - બાપુ : રાષ્ટ્રને ઘડવાની આ એક રીત છે. સાંકળની મજબૂતી તેની નબળામાં નબળી કડીના જેટલી હોય છે. પણ સાંકળની એક બહુ મહત્ત્વની કડી તમે વીસરી જાઓ છો. કેક દહાડો તમને ખબર પડશે કે શા માટે અને કેવી રીતે હું આ કામ કરી રહ્યો છું. તમારા પ્રશ્નથી મને બહુ આનંદ થાય છે. ઈશ્વરેચ્છાએ હું જ્યારે બહાર આવીશ ત્યારે આખી વરતુ દીવા જેવી સાફ થશે. મારાં નિવેદનમાં મારી સ્થિતિને સાફ કરનારાં ઘણાં વચનો છે. સવ : અસ્પૃશ્યતાના પ્રશ્નને માટે માણસ પોતાનું ઘર ભાંગે ? બાપુ : તમે તમારાં પત્નીને કે તમારા પિતાને હરિજનને અડવાની ફરજ ન પાડી શકે. તેમ એ લોકોને પણ પોતાના વિચારો તમારી ઉપર લાદવાનો અધિકાર નથી. - સ૦ : એનો અર્થ તે એ થયો કે અમારે ઘર છોડવું એમ તમે ઇચ્છે છે. બાપુ: હા, ...ના કેસ એવા છે. એ આજે મુલિસ બન્યો છે. એ માટી મિલકતનો વારસ હતો પણ એ તમામને એણે ત્યાગ કર્યો તે જ પ્રમાણે તમે તમારા પિતાને કહી શકે કે મારે તમારી મિલકતના કશા ભાગ નંથી જોઈ તો કારણ તમારી નજરે હું તમારી આજ્ઞાને ભંગ કરનાર વ્યં છું. પણ મને મારે રસ્તે જવા દો. મારી ખાતરી છે કે આગળ જતાં એ તમને અશીર્વાદ આપશે. તમારાં પત્નીને પણ કહો કે તને ગમે તે તું મારાથી જુદી રહે અથવા મારો ત્યાગ કર. તારી સ્વાધીનતામાં હું વચ્ચે નહી આવું. એ જ પ્રમાણે મારી સ્વાધીનતાની આડે તારે પણ ન આવવું જોઈએ. પણ તારું ભરણપોષણ કરવા હું તૈયાર છું. ભલે મારે માટે નું રાંધે, મને ન ખવડાવે પણ હું તો તને મારી પ્રિય પત્ની જ માનીશ. પણ તારા કરતાંય વધુ વહાલી મને એક ચીજ છે અને તે મારા સિદ્ધાંત. આજે સવારે જોષી કહેતા હતા કે હજામની પાસે હાથ ચેળાવતાં ચાળાવતાં બાપુએ બ્રહ્મચર્યની ઉપર મારું પ્રવચન કર્યું : આખુ આશ્રમ અને તેનાં વતા એ માટી પ્રયોગશાળા છે. જે વસ્તુ અગાઉ કદી નથી થઈ તેનો પ્રયોગ કરતાં અનેક વિદ્યા નડે તેથી તે પ્રયોગ નિષ્ફળ થયેલ