આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
એકાએક આવેલું સ્વરાજ પચાવાય ?


કેમ કહેવાય ? સત્યવાન અને સાવિત્રી આટલાં વર્ષ થયાં બ્રહ્મચર્ય પાળા રહ્યાં હતાં, હવે સત્યવાન અશક્ત નીવડયો છે અને પોતાની નબળાઈ પ્રગટ કરી રહ્યો છે, તેથી શુ સાવિત્રી એ છોડે ? હાઈ ડ્રોજન અને ઐકિસજન ભેગાં કરતાં ભડાકા થવાનો સંભવ છે એમ જાણવા છતાં રસાયનશાસ્ત્રી એ પ્રયોગ થાડે જ છોડવાના છે ? આપણે ત્યાં એવા ભડાકા થયાં કરશે પણ તેથી શું ? ... જ્યાં સુધી એમ કહે નહીં કે હું ભાંગી પડડ્યો છું અને મને બચાવી લે ત્યાં સુધી મારે એને કશી સુચના ન કરવી જોઈએ, એ નિર્માળ છોકરી છે, એ મારાથી કશું છુપાવે નહીં એમ હું માનું છું, એટલે એની પાસેથી કાંઈ ન આવે ત્યાં સુધી મારાથી કશું ન કરાય. કાંઈક ચર્ચા ચાલતી હતી ત્યાં સૂર્યાસ્તના સમયનું ભવ્ય દર્શન કરી બાપુ કહેઃ એ ચર્ચા તો ઠીક, પણ પેલે સૂર્યાસ્ત તે જુઓ ! આજે સવારે સપ્ર-જયકરની વાત નીકળતાં બાપુ કહે : આ વખતે એમના તાર ન આવે. કારણ મારે કાંઈ સમાધાન ૬-'રૂ ૩ કરવાપણું નથી. મને જેલમાં ન મળવાનું એમણે જાહેર કર્યું છે એ બરાબર છે. સેમ્યુઅલ હોરે મળવાની રજા ન આપી હોય એમ નહીં, પણ એ બરાબર જાણે છે કે મને મળીને કશું નથી મેળવી શક્વાના. હારે એ લોકોને કહ્યું હશે કે એ તો હઠીલે માણસ છે. એની પાસે તમે કશુ નથી મેળવી શકવાના. અને એ બધું મને તદ્દન સ્વાભાવિક લાગે છે. એ માણસનું સૌ સાંભળે છે, કારણ એ માણસ પોતાની બધી બાજીમાં ફાવ્યું છે. * ફાર્થ સીલ’માં પણ આપણે એ માણસના ભારે આત્મવિશ્વાસ જોઈએ છીએ. અંગ્રેજોની તો ખાસિયત છે કે જે માણસના પાસા બરાબર પડતા હોય તેની આડે ન આવવું. હારની દૃષ્ટિએ તો એ ફાળે જ છે. એટલે એની દૃષ્ટિએ એણે આપણને હરાવ્યા છે. જે થઈ રહ્યું છે તે સારું જ છે. લાધિયને તો સાફ કહ્યું હતું : તમે જે માગે એ કદાચ આપી શકાય એમ હું કહું પણ બીજા કાઈ ને સમજાવી તો ન જ શકુ. અને એને માટે તો તમારે લડી લેવું જ પડશે.’ લેઈડ પૅજે પણ એ જ કહેલું. જોકે એણે એ પણ કહેલું કે હું તમને મદદ કરીશ. એણે મદદ તા ન કરી. એ માણસ એકલા પડી ગયા, મદદ શું કરી શકે ? એમ એકાએક સ્વરાજ આપણા હાથમાં આવીને પડે તો આપણે એને પચાવી ન જ શકીએ. મુસલમાનની સાથે આપણે સલાહ ન કરી શકીએ અને અસ્પૃશ્યતાના સવાલના નિવેડે ન આવે ત્યાં સુધી આપણે મેળવેલું પણ કહ્યું જાળવી ન શકીએ. મદ્રાસના વિદ્વાનો અને