આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
ઈશ્વર મારી મારફત કામ કરે છે


જોઈએ. એટલે વિષયવાસનાને પરિણામે ઉત્પન્ન થયેલી પ્રજાને હું વર્ણન સંકર કહું. આ રીતે જોતાં બ્રાહ્મણ અને શુદ્રના લગ્નમાં કુમેળ જેવું કાંઈ ન હોય અને બ્રાહ્મણ બ્રાહ્મણના લગ્નમાં કુમેળ હોઈ શકે. - સ૦ : તમે કહે છે કે અંદરના અવાજ તમને જેમ દોરે તેમ તમે પ્રવૃત્તિ કરી છે. તમારા ઉપવાસથી એક જાતની જબરદસ્તી થાય છે. ત્યારે શુ આ અંદરના અવાજ અથવા ઈશ્વરનો અવાજ આવી જબરદસ્તી ઇરછતા હશે ? e બાપુ: મારા ઉપવાસમાં કોઈ જાતની જબરદસ્તી હોય તો મારે કહેવું જોઈએ કે ઈશ્વર એ ઇચ્છે છે. ઈશ્વરની ઈચછા ન હોય એવો એક શબ્દ પણ હું બેલવા ઇરછતા નથી. મારું કાઈ સાંભળે એમ પણ ઇચ્છતા નથી. પણ કરાડે માણસ સાંભળે છે ત્યારે તમારે જાણવું જોઈએ કે એ કેવળ આધિભૌતિક વસ્તુ નથી. કરાડે માણસ જેમણે મને જોયા પણ ન હાય અથવા સાંભળે પણ ન હોય, એમના ઉપર મારા કૃત્યની કે વચનની અસર પડે ત્યારે મારે કડેવું જોઈએ કે ઈશ્વર મારી મારફત કામ કરી રહ્યો છે. ચંપારણમાં હું પહેલાં કરી ગયા નડાતા. ત્યાં લાખો માણસ મને વીટળાઈ વળ્યાં. શા માટે ? એ લેકા મને એાળખતા તો નહોતા. હું તો આખું જીવન દક્ષિણ આફ્રિકામાં રહેલો હતો અને ત્યાં તો મેં તામિલ લોકોમાં કામ કરેલું, છનાં બિહારીએ શું કામ મને વળગે ? જે વસ્તુ આપણે સમજી શકતા નથી અથવા જે વસ્તુના ખુલાસા આપી શકતા નથી તેનું વર્ણન કરવા માટે ‘ગૂટ’ શબ્દ યોજવામાં આવ્યો છે. એ અનિવાર્ય છે. આધ્યાત્મિક હેતુથી જે ઉપવાસ કરવામાં આવે અને જેમાં બધી પ્રવૃત્તિ કેવળ આધ્યામિક જ હાય એની અસર જાદુઈ થાય છે. એ ગૂઢ રીતે કામ કરે છે. એમ કડુવાય. હલકા હેતુથી જે ઉપવાસ કરવામાં આવે તેથી કાઈનું પણ ભલું ન થાય. ઉપવાસ કરનારના દેહને કષ્ટ પડે એટલું જ. | આટલી અગત્યની વાત છતાં બાપુને કાલના જેટલા થાક આજે નહોતે. કાગળા રાજના કરતાં વધારે લખાવ્યા. વિલાયતના કાગળા ઘણા અગત્યના હતા. ખાસ કરીને હારેસ ઍલેકઝાડરતા, અનેક કાગળામાંથી નાનાં નાનાં સૂત્રો વીણી કાઢી શકાય એમ હતું. દાખલા તરીકે : ૯ ઉપવાસ વિના પ્રાર્થના થઈ જ ન શકે. જે ઉપવાસમાં પ્રાર્થના અંતર્ગત નથી એ તો કેવળ દેહદમન છે.” નરહરિ બેલગામ જેલમાંથી છૂટીને સીધા આવ્યા. તેની આગળ અસ્પૃશ્યતાના કામને માટે પોતાનું કામ કેાઈ એ છોડવું નહીં એ વાત જુદી