અહલ્યાની શયા થઈ હોય તેા શલ્યાની અહયા થાય વધુ પડ ઊખડવાં. બાપુ સ્તબ્ધ થઈ ગયા. એ ભાઈની કેટલી વાત માનવી અને કેટલી ન માનવી એ સવાલ થઈ પડયો અને કાં સુધી માં આપવું એ પણ સવાલ થઈ પડયો. એને તેા બાપુએ કહી દીધું : તારામાં જરા સરખાય હિ ંમત હાય તા છેાકરાઓને કહી દે કે મારું જીવન મેલું છે, મેં તમને છેતર્યા છે, મને કાઈ મા કહેશેા નહીં. એ કામ પણ છેડી દે. પાપના પ્રાયશ્ચિત્ત તરીકે પેાતાને મનગમતાં કામને! પણ ત્યાગ કરવા જોઈ એ. જગતને જાહેર કર કે હું તે હરિશ્ચંદ્રની જેમ વેચાવાને તૈયાર છું. મને અને મારા દીકરાને ખરીદવા હોય તે ખરીદી લેા, તે તારું હિંદુ ધર્મમાં આવેલું પણ કાંઇક પ્રમાણ છે, નહીં તેા બધું મિથ્યા છે. સાંજે નિસાસા નાખીને મેલ્યા : હજી કાલે કેટલાય ઝેરના કટારા પીવા બાકી હશે. કાણુ જાણે છે? T વલ્લભભાઈ એ ડીક કહ્યું કે: બાપુ આશા રાખે એવી કાયાપલટ તે અસાધારણ માણસની થાય, એને માટે સરકાર જોઇ એ. શલ્યાની અહલ્યા થઈ એ વાત સાચી, પણ એને માટે પ્રથમ અહલ્યાની શય્યા થવાની જરૂર હતી ના? માણસ પેાતાના પાપે પ્રજળીને પથરા અથવા કાયલા થઈ જાય તે। પછી તેને કાઈ સાધુના ચરણસ્પર્શે હીરા બનવાની આશા રહે, નહીં તે। કાઈ તે પણ સ્પર્શે એને કશું ન કરી શકે. આનદશંકર અને સુંદરમ આવી ગયા. સુંદરમને તે! પોતાની રીત પ્રમાણે આઈનસ્ટાઈન અને બીજા અનેક મેાટા માણસને વિષે વાતા કરવાની હતી, પેાતાનાં ભાષણા વિષે અને કાઈ વિદ્યાર્થીને હાથે ચાલતી હરિજન–શાળા, જેમાં પેાતે કાક વાર ડેાકિયું કરે છે, એની વાત કરવાની હતી. આનદશકરે અને બિલમાંથી એકનેા અભ્યાસ કર્યાં નહેાતા. સુદરમ કહેતા હતા કે એને પેાતાનું મન ખબર નથી, ઘડીક વાર પંડિતજી સાથે હાય છે તે ઘડીક વાર બાપુ સાથે. છતાં બાપુએ એમને ધીરજથી બધું સમજાવ્યું અને આશ્વાસન આપ્યું કે પંડિતજીને કો કે જો પ્રથમ મિલ પાસ થઈ શકતું હોય તેા બીજા બિલના એમને પેાતાને કરો। આગ્રહ નથી, અને એ ઉપરાંત જો તે તસ્દી લઈ તે આવી જાય તે ઘણું સારું થાય જેથી અનેક ગૂંચવાડા થતા અટકે. જમનાદાસની માફી પછી આજે સેતલવાડને શૂર ચડ્યું છે અને એ બાપુને ઉપદેશ સંભળાવે છે કે રાજ્યપ્રકરણમાં તમને ગમ ન પડે. તમે તે। આ ભગીઉદ્દારનું કામ ભેડા ખેડા કર્યા કરેા.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૭૧
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
૧૭૧