આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
કરકસર પૈસાની જ નહીં, પ્રવૃત્તિની પણ


વાત બાપુના મગજમાં તાજી હોવી જોઈએ. છતાં એ વિષે ન લખેલું એ જાણીબુજીને હશે એમ મેં' માનેલું. વળી ઉપવાસ માર્ટિનના સમયમાં થયેલા, ડેઈલના સમયમાં ન થયેલા એટલે પણ ન લખ્યું હોય. પણ બાપુ એ વાત સાંભળ્યા છતાં સાવ ભૂલી ગયેલા તેનું શું ? આમ હવે ઘણી વાતો બાપુની સ્મૃતિમાંથી સરી જવા લાગી છે. સેંકીને કાગળ લખીને ભૂલી ગયા પછી સ્મૃતિદેષતા આ બીજો પ્રસંગ. નાના નાના તો ઘણી વાર બને છે. . . .ને લખેલા કાગળમાંથી : “ આ દોડમદોડની પાછળ એક બીજી વસ્તુ પણ રહી છે. આશ્રમવાસીઓમાં પણ ગરીબીનાં શુદ્ધ દર્શનનો અભાવ છે. આ દોષ તમારા એકનો જ નથી. તમારાથી જજૂના આશ્રમવાસી પણ કેટલાક મુક્ત નથી. એમ છતાં જેએ સમજવા ઇચ્છે છે તેને હું સમજાવવા ઈચ્છું છું ખરો કે આપણે ગરીબથી પણ ગરીબ થઈને રહેવાનો ધર્મ છે. એક પૈસાથી ચાલે તો બે ન ખરચીએ અને એમ કરતાં જોખમ ખેડવાં પડે તે ખેડીએ. તેથી જેટલી મુસાફરી વિના ચલાવી શકાય તેટલી મુસાફરી વિના ચલાવી લઈ એ. જેટલી સગવડો વિના ચલાવી શકાય તેટલી સગવડાને ત્યાગ કરીએ. અને આ ગરીબી માત્ર પિતાની જ નહીં, પ્રવૃત્તિની પણ હોવી જોઈએ. શબ્દો પણ કંજૂસાઈથી વાપરીએ, વિચાર પણ કંજૂસાઈથી વાપરીએ. આમ કરીએ તો જ સત્ય, અહિંસા, બ્રહ્મચર્યાદિનું પાલન થઈ શકે. આ ઊણપ તમારામાંથી કાઢી શકાય તો કાઢો, પણ મારાથી વધારે ખર્ચાળ તો આશ્રમમાં મ, 4, અને છે’ એમ ન મને સંભળાવો, ને ન તમારા મનમાં એવા વિચાર સેવજે. જે પાળે તેને સારુ ધર્મ છે, a * હવે તમારી શંકા વિષે. આપણા પોતાના વિકારોથી જો આપણે આપણાં બાળકેની તુલના કરશું તો બાજી હારેલા જ છીએ. જે સંજોગે બાળકોને સારુ અનુભવ મેળવીને આપણે ઉત્પન્ન કર્યા છે તે આપણી પાસે ન હતા. આપણે વિશ્વાસ રાખવા જોઈએ કે એ સંજોગોની અસર બાળકા ઉપર પડશે જ. તાત્કાલિક પરિણામમાં આપણે એવું કાંઈ જ ન જોઈ એ એની ચિંતા ન કરીએ. એ પ્રયાણ કરતાં જેને આપણે પોતાનાં બાળક સમજીએ છીએ તે હોમાઈ પણ જાય. એમ છતાં આત્મવિશ્વાસ ન ખેાઈ એ. અને જ્યાં સુધી પોતાની ભૂલની પ્રતીતિ ન થઈ હોય ત્યાં લગી પ્રયોગ ચાલુ રાખીએ તે જ સિદ્ધિ દેવીનાં દર્શન થાય. આ માર્ગ પાવકની જવાળા છે એટલે આપણે પોતે અને આપણાં બાળકો હસતે મુખે હોમાઈ જઈએ. એમ બધાં ક્ષેત્રમાં કર્યા વિના શુદ્ધ સત્ય, શુદ્ધ