બીજા દેશેાની અસ્પૃશ્યતા સાથે સરખામણી ૨૧૩ આ એ વાતેા શેાધી કાઢયા પછી કહે: તમને ખબર છે ના કે હિંદ સ્વરાજ માં હકસલીનેા ઉતારેા છે તે મેં એક જાહેરખબરમાંથી લીધેલા છે? એટલે જાહેરખબરમાંથી પણ શૈાધીએ તેા કંઈક તેા મળી રહે. સૈક્ની સાથે વાત : વિલાયતમાં ગંદી ચાલાને નાશ કરવાની વાત ચાલે છે. એમાં રહેનારા ત્યાંના અસ્પૃસ્યા જ કહેવાય તે? એની સાથે અહીને પ્રશ્ન કેવું સામ્ય ધરાવે છે, એમ એણે કર્યું. તેના જવાબમાંઃ ૨૦-૪-૨૩ દુનિયાના બીજા ભાગના અસ્પૃસ્યા અને અહીંના અસ્પૃસ્ય વચ્ચે કશી સરખામણી થઈ શકે એમ નથી. એના ઉકેલ લાવવાની પદ્ધાંત પણ જુદી છે. ઇંગ્લંડમાં ગદી ચાલેામાં રહેનારાને પ્રશ્ન એ ગરીબાઈ તે પ્રશ્ન છે. અમેરિકા અને દક્ષિણ આફ્રિકાનેા પ્રશ્ન વધારે મુશ્કેલ છે, કારણ ત્યાં રંગદ્વેષ છે. અહીને પ્રશ્ન એથીયે વધારે મુશ્કેલ છે, કારણ અહીં ઘર કરીને એડેલી ધાર્મિક માન્યતાઓને ઉચ્છેદ કરવાને છે. સામાજિક અધઃ- પતનની સાથે આ દુષ્ટ ધાર્મિક અતરાયને નાબૂદ કરવાને છે. તેથી હિંદુસ્તાનને પ્રશ્ન ત્રેવડા મુશ્કેલ છેઃ (૧) હિરજનેને અધઃપતનમાંથી બચાવવા, (૨) તેમની ગરીબાઈ દૂર કરવી, ( ૩ ) સવર્ણમાંથી તેમ જ તેમનામાંથી અસ્પૃશ્યતાને વહેમ નિર્મૂળ કરવા. એટલે આ એક અનન્ય વસ્તુ છે. અને જો હિંદુસ્તાન આંતરવિગ્રહમાં સડાવાયા વિના આ પ્રશ્ન ઉકેલી શકે તે તેણે આખી માનવતાના પ્રશ્નમાં મેટા ફાળા આપ્યા ગણાશે. સવાલઃ બીજા દેશેામાં અસ્પૃશ્યતાનેા પ્રશ્ન છે તેના ઉપર અહીંના ઉકેલની કેવી રીતે અસર થાય? બાપુ : અસર થાય. કારણ હું ધારું છું કે હિંદુ સમાજમાં થયેલી આ ચમત્કારી ક્રાન્તિની અસર દુનિયાના બીજા ભાગેા ઉપર પડચા વિના રહે જ નહીં. તેથી જ સમાજમાં આત્મશુદ્ધિની જબરદસ્ત ચળવળ ચલાવવાનું હું કહું છું. કશું થાગડથીગડ કરવાથી મને સ ંતેષ થવાને નથી. હિંદુએના આચાર અને વિચારમાં જબરી અને સાચી ક્રાન્તિ થાય એમ હું ઇચ્છું છું. ગઈ કાલે બાઇબલમાંથી જે ઉતારા કઢાવ્યા હતા તેને ઉપયેગ ઍન્ડ્રૂઝના ઉપવાસ વિષેના કાગળને જવાબ આપવામાં કર્યો. એ લેખ લખ્યા પછી બાપુ કહે: જુઓને, જાણે આ ચાપાનિયું ભગવાને જ મને મેાકલી આપ્યું કહેવાય ના? એટલે સુંદર તારા છે કે ખ્રિસ્તીએ ઉપર અસર થયા વિના નહી રહે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૨૩
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
૨૨૩