આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
આશ્રમમાં નહીં બૂડીએ તે દુનિયામાં તરીશું


અહિંસા, કે શુદ્ધ બ્રહ્મચર્યની ઝાંખી આપણે કરવાના નથી. અથવા તો આ ત્રણમાંની એક કે બે ખેાટી વસ્તુઓ છે એવા નિર્ણય ઉપર આપણે આવીશું. અહિંસા એ બેટી વસ્તુ છે એમ માનનારા ૫થા તો જગતમાં ઘણાયે પડયા છે અને બ્રહ્મચર્યને પાપ માનનારા સંપ્રદાય ફેલાતા જાય છે, એ આપણી નજર આગળ આપણે અનુભવી રહ્યા છીએ. એ સંપ્રદાયની વૃદ્ધિ થતી જોઈ એ છીએ છતાં એ બેટ છે અને બ્રહ્મચર્ય સાચી વસ્તુ છે એમ સિદ્ધ કરવું હોય તો . . , જેવી છોકરી અને . . . જેવા જુવાનાનાં બલિદાન આપવાની કળા આપણે હસ્તગત કરવી પડશે. પારકાં છોકરાંને જતિ નહીં કરાય. એ લાભ તો આપણને જ આપીએ. પણ તમે તે કહે છે કે આપણાં છોકરાં પણ ત્યારે જ પરીક્ષામાં પાસ થયાં ગણાય જ્યારે. તે જગતરૂપી સમુદ્રમાં અફળાય અને એમ છતાં સામૃતકદમ રડે. એ વાત હું માનું છું અને તેથી જ આશ્રમને આપણે સમુદ્રનું એક ખાબોચિયું કરી મૂકયું છે. અને જો એમાં નહીં મૂડી જઈ એ તો મહાસમુદ્રમાંયે તરી જવાની આશા રાખી શકશું.” આજે સરકારને એક સ્ટેટમેન્ટ પસંદગી માટે માકર્યું. કોંગ્રેસવાળાએ સવિનયભંગમાં કામ કરવું કે અસ્પૃશ્યતામાં કરવું - એ વિષે ઘણા પૂછતા આવે છે, એ બહાને મળવા પણ આવે છે. બાપુએ અનેકને અનેક ભાષામાં એક જ જવાબ આપે છે. પણ આજે એમણે એ વિષે એક સ્ટેટમેન્ટ બહાર પાડવાને વિચાર કર્યો. વલ્લભભાઈને બતાવ્યું. એમણે ના કહી. એ કહે કે આને અનર્થ થશે અથવા એ કાઈ સમજશે નહીં. મેં કહ્યું : જે વસ્તુ બાપુ રાજ કહે છે તે જાહેર કરવામાં શી અડચણ ? એટલામાં બાપુ કહે : પણ એ સરકારને મોકલી આપીએ તો ? મેં કહ્યું ઃ તો તો બેવડો લાભ. આ પછી આંબાવાડીમાં ગયા. ત્યાં બાકીના ભાગ લખાવ્યા અને પછી બાપુ કહે : સરકાર ડાહી હોય તો આ છાપવા દેશે. મેં કહ્યું : ડાહી શી રીતે હોય ? બાપુ: આમાંથી તો એ જોઈ શકે છે ના કે મારાથી જેલમાં બેઠાં કશું જ નિવેદન ન કરી શકાય ? ૧૯૩૦ના જુલાઈમાં સુપુ-જયકર સાથે વાતચીત પછી બાપુ, મોતીલાલજી અને જવાહરે સ્ટેટમેન્ટ બહાર પાડયું હતું. તે પછી બાપુના વિચારમાં કે વૃત્તિમાં ફેર પડવ્યો કહેવાય ખરો ? કદાચ ખરો. કારણ હવે