૯ ખાપુજીની દયાવૃત્તિનું એક પાસું બાપુ : એના ભાઈને મૂકી જાય અને કહે પગાર મને આપો, પણ મારા ભાઈ કામ કરશે તે? તુ ગયા ત્યારે કૃષ્ણદાસથી ચલાવ્યું હતું ના? આ સરખામણી અસ્થાને હતી. હું કાઈ બદલીદાર મૂકી ગયેા નહાતા. મને મેાકલવામાં આવ્યેા હતેા. વલ્લભભાઈ : તમે આ માણુને ચાર છ મહિનાની તેાકરીને અંતે ૪૦ રૂ. નું પેન્શન બંધાવા એ તે જુલમ કહેવાય. એ તેા લેાકેાના પૈસાને દુરુપયેાગ કહેવાય. એ તમારું જ લેાકા સહન કરે, બીજો કાઈ કરે તે। સહન ન કરે. પણ બાપુ એકના બે ન થયા. બાપુ : એ બિચારે। દુર્દશામાં આવ્યે છે, એટલે એને સ્વાથી ગણુવા ? હિંદુ સંસારની વિટંબણાને અનુભવ તમને શે! છે? મને છે. એ માણસને કેટલાંનુ ભરણપેાષણ કરવું પડે છે? એ માટે એને સેા રૂપિયાથી નથી ચાલતું, એ તમે કૅમ ન સમજો એની સાથે ન્યાયની શી વાત કરવી? એ માણસે સંપૂર્ણ સતા આપ્યા છે પછી એને આપણે કંઈક મદદ કરી શકીએ તે શું ખાટુ ? મે કહ્યુંઃ પણ એને આવવું જ હોય તે જુદી વાત છે. એ તા કહે છે, સારી નાકરી મળે તેા ચાલ્યેા જઈશ. પછી ? એટલે આપણી પાસે પગાર લે છે અને પાછા ચઢિયાતી નાકરીની શોધમાં રહે છે. બાપુ : કેમ ન રહે? એની સ્થિતિ એવી છે. એ તા સાફ સાફ વાત કરી દે છે. પણ અમારી લીલની કઈ જરૂર જ ન રહી. એતેા બદલીદાર સારે। માણસ હતા છતાં અનુભવ વિનાનેા માલૂમ પડયો. અનેક કાગળા, નાનાં નાનાં પત્તાં પણુ, એણે છેક ખેાટાં ટાઈપ કર્યું. એની અંગ્રેજીની આવડતની ભારે ખામી દેખાઈ આવી એટલે એને સાંજે જ બાપુએ કહી દીધું : ભાઈ, તું જા. તુ મને ખબર લખતે! રહેજે કે તને કયાં નેકરી મળી છે? તું શું કરે છે? વગેરે. તને રાખી શકત તેા રાખત, પશુ મારું કામ અટકી પડે એમ છે એટલે શું થાય ? રાત્રે યાર્ડમાં આવીને કહે : શાસ્ત્રીના અઠ્ઠલીદારને કાઢતાં મારે કાળજું કપાયું. પણ શું થાય? બાપુની ધ્યાની અતિશયતાનું આજે આ નવું પાસુ જોયું.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫૦
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
૨૪૮