૨૮-૪-'ફ્રૂ સનાતનીએ અને એન્ટિક સ્પર રોઇટરને ડિરેક્ટર મિ. બાર્ન્સ આવી ચડયો. સર એડવર્ડ બેંકની જગ્યાએ આવ્યે છે. સર જ્યોર્જ બાન્યતા ભત્રીજો છે, અને સર જ્યોર્જ ખૂબ યાદ કરે છે એમ કહેતા હતા. શૌકતઅલીની સાથે એના કાકા અમેરિકા જનારી મેટ ઉપર હતા, અને અમેરિકાથી આવતાં શૌકતઅલી સાથે પેાતે હતા. શૌકતઅલીની સલામ પણ એણે આપી. બાપુએ પ્રેમથી પૂછ્યુ : શૌકત- અલીની તબિયત કેવી છે? જાડા દેખાય છે ખરા ? પેલેા કહે : કદાચ વધારે જાડા. બાપુ : બસ ત્યારે. મારું વજન એમને ભારે નહી લાગે. આ માણસને કઈ ખાસ વાત નઙેતી કરવી. એળખાણુ કરવી હતી. બાપુએ રાઇટરના પુરાણા ડિરેક્ટર સર ફૅૉડરિક જોન્સની યાદ કરી અને કહ્યું : હું આશા રાખું છું તમે પણ એના જેવા જ સારા થશે. અસ્પૃશ્યતાના કામને વિષે તમને સાષ છે? એમ પૂછવામાં આવતાં બાપુએ કહ્યુંઃ પૂરા સતેજ છે એમ તો ન કહી શકું. હું ઇચ્છું છું કે કામ વધુ વેગથી ચાલે, જોકે ડીક સ્થિર ગતિએ ચાલે છે. આમ કહીને રામચોા મદુરાની પાસે એ ગણપતિ મંદિરે મૂલ્યાં એને કાગળ બતાવ્યેા, અને કહ્યું : આમ તામિલ પ્રાંતમાં જ્યાં રૂઢિચુસ્તપણું બહુ ભારે છે ત્યાં કામ ચાલી રહ્યું છે. એટલે પેલાએ પૂછ્યું : મદુરાનું મીનાક્ષી મંદિર ખૂલ્યું ? બાપુએ આ પ્રશ્નને લઈ તે કાયદાની આખી મુશ્કેલી સમજાવી. એ બિચારા સમજ્યા અને તુરત કહેઃ એ તે। બરાબર અમલદારી અકડાઈ થઈ. બાપુ : હા, એ લેાકેા સનાતનીએને વિરુદ્ધ થઈ જવા દેવા માગતા નથી. એને માટે તે એન્ટિકનું સાહસ જોઇ એ. રાજા રામમેાહન રાયે પણ જ્યારે જોયું કે વિરાધ બહુ ઉગ્ર થઈ ગયા છે ત્યારે તેએ પણ નરમ પડયા. પણ એન્ટિ કે એ કાંઈ ગણુકાયું નહીં કારણ તેને લાગ્યું હતું કે સતી થવાની પ્રથા અમાનુષી છે. અસ્પૃસ્યતા બાબત સરકારને આજે એટલું જ લાગવું જોઈ એ. લેાકેાને સમજવા માટે માણસનામાં ખરું ધાર્મિક દિબિંદુ હોવું જોઈ એ. લેાકેાની વાત ચાલી. લાકમત કાને કહેવાય ? બાપુએ Vox Dei vox populiપંચ મેલે તે પરમેશ્વર એ સૂત્ર યાદ કર્યું, અને કહ્યું : લેાકેા ઉપર આધાર રાખવાનું જોખમ ખેડતાં શીખવું જોઈ એ. પેલાએ પૂછ્યુ : તમે એમ માના છા ખરા કે સમાજસુધારાનું કામ પહેલું કરવું જોઈ એ ?
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫૩
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
૨૫૧