પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
 
૨૬૦
 

૨૧૦ હું” ઉપવાસ કરવાને તવરા નથી એવી જ રીતે બારડેાલી વખતે. ડિગને ખબર આપી ચૂકયો હતેા, પશુ દેવદાસનેા કાગળ આવ્યેા અને મેં અધ રાખ્યું. જગતની હાંસી પશુ ખમી લીધી. હું: પણ તમે કહેા છે! કે તમારી ભૂલ તમને બતાવવી. તમે તે આવી રીતે ત્રાસ છેાડવીને જગતની ભૂલ બતાવી જગતને સાવધાન કરવા માગેા છે, અમે કેવી રીતે તમારી ઉપર ત્રાસ છેાડવીએ અને તમને સમજાવીએ કે તમારી ભૂલ થાય છે? બાપુ : એ તેા તમે જાણા. તમારે કાઈ રીત શેાધવી જોઈ એ. સાચી વાત એ છે કે આ વસ્તુનેા લેાપ થઈ ગયેા છે એટલે એ તરત સમજાતી નથી. બાકી ગમે તેવા ગમે તે કારણે ઉપવાસ કરે છે તે શું ? પેલે રાનડે ઉપવાસ કરે છે એ મૂર્ખાઈ કરે છે, પણ શું થાય? એમાં અભિમાન રહેલું છે પણ મને લાગે છે કે એ મૂર્ખાઈ છે એટલે શુ કરવું ?

દેવદાસ તમે આવી આવીને એ જ વસ્તુ ઉપર આવેા છે. ઉપવાસ કરવા છે એમ મનમાં લઈ તે તમે બેઠેલા છેા એટલે પછી દલીલેા, કારણેા મળી રહે છે. બાપુ : ભાઈ, હું ઉપવાસ કરવાને નવા નથી, મારી કલમ પ અટકી નથી, મારી જીભ પણ થાકી નથી, કામના ઢગલા પડચા છે. પણ ઉપવાસ આવીને ઊભેા તેનું શું થાય? હું: પણ તમને સમજાવી કેાણ શકે ? બાપુ: મને તે બાળક પણ સમજાવી શકે. સનકારામાં સમજી જાઉં, લક્ષ્મણની સામે રામાયણકારે એની કેવા માણસને મૂકયો ? એના જ જેવા બ્રહ્મચારી મેઘનાદને મૂકયો. અને પછી બન્નેનું સમાન બળ બતાવીને બતાવ્યું કે લક્ષ્મણની સાથે ભગવાન હતા અને એને જિતાડયો. એમ બાળકના એક વાકચમાં મને ચેતવા જેવું લાગી જાય તેા હું ચેનું અને બાળક મને જીતી શકે. . હું : તમે કાલે રાત્રે ઊકળીને વાત કરતા હતા ત્યારે પણ હું તે। ધમકી ગયા હતા. એ આવેશમાં આના ભણકારા હતા એમ કહેવાય ના ? એટલે આશ્રમની વાતે આમાં ફાળા આપનારું કારણ કહેવાય કે નહીં ? બાપુ : કહેવાય. દેવદાસ : છતાં તમે ના કહેા છે કે આશ્રમને આમાં સંડેાવ્યું નથી. આશ્રમ આજે જેટલું પવિત્ર છે તેવું અગાઉ કાઈ વાર નહેતું. આશ્રમના શે વાંક કાઢા છો ? તમે અનેક વસ્તુને ભેગી કરીને આ વસ્તુ અગાડી મૂકી છે. તમારા ગયા ઉપવાસ મને ગમેલા. સાંભળ્યું કે તરત એનેા બચાવ કર્યાં