પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
 
૨૬૫
 

શ્રદ્ધાથી જુએ, પણ બુદ્ધિ ચલાવવી જોઈએ ૨૦૫ કાકા: તમે તેા ઉપવાસને માટે નાલાયક છે. તમે ઉપવાસ કરે છે. એટલે કૃત્રિમ વાતાવરણ ઉત્પન્ન થાય છે. આ ઉપવાસનું અનિષ્ટ હું બેઈ રહ્યો છું. એમાંથી યાદવી થશે. વળી નિવેદનમાં તે લખ્યું છે કે તમારી પાછળ ઉપવાસ ચાલુ રાખનારા તમારા કરતાં પણ વધારે પવિત્ર હશે. એટલે તમારી પાછળ જે ઉપવાસ કરે તેને વિષે એમ કહેવાશે કે એણે આપુના કરતાં વધારે પવિત્ર હાવાનેા દાવા કર્યાં. બાપુ : એમ કહેશે તે મૂરખને! સરદાર હશે. પણ જગત એવાને વધાવી લેશે. એમ જ બધા ધર્મ આગળ વધ્યા છે. એ પરપરા બંધ થાય એટલે ધર્મના અરત થાય છે. કાકા : તમારી સાથે દલીલ કરીને શું કાઢીએ? એ જ કે તમે તમારી સ્થિતિમાં વધારે મજબૂત થાએ. એ તે! એ જ નીતિ અનેક વાર ગ્રહણ કરી છે. નરહરિભાઈ એ એક વાર તમારા વચન વિષે પૂછેલું કે બાપુ કહે છે કે સામટું પ્રાયશ્ચિત્ત આવી રહ્યું છે એને શે! અ? મેં કહેલુ એ બાપુને ન પૂછી શકાય. તમારું તે પેલા પાણીના જેવું છે કે જેમ એ વધારે જામતું જાય તેમ એનું કદ વધતું જાય. બાપુ : એ કયુનીની ક્રાઈસિસ ( મંદવાડમાં વળતાં પાણી થવા પહેલાંની કટાકટીની સ્થિતિ) છે. આ ચર્ચામાં પણ બાપુએ વિનેાદ કર્યો. રામદાસને કહે : તારા નાના ભાઈ ઉપર કઈ અંકુશ રાખે છે કે નહીં ? આ પછી રામદાસને આપુ કહેઃ તારે તેા ગભરાવાનું નથી જ. ગભરામણનું કારણ ન હોય તે ગભરાય નહીં એ બહાદુર ગણાતા હશે કે ? ગભરામણનું કારણ હાય છતાં જે હસી શકે એ બહાદુર છે. નાહીયેાઈ તે બાર વાગ્યે પાછા આ યાર્ડમાં આવતાં બાપુ મને કહે : તમે શ્રદ્ધાથી જુએ એ ઠીક છે, પણ બુદ્ધિ ચલાવવી જોઈએ અને બધુ બરાબર છણી લેવું જોઈ એ. તા જ તમે મારું ઘણું કામ એછું કરી શકશે. મેં કહ્યું : ટિસને અવકાશ નથી એ સમજું છું. તેટિસ તે શરતી ઉપવાસને જ હેાય. પણ તેાટિસની જરૂર નથી એમ કહેવું અને આ વસ્તુમાં ઉતાવળ નથી થઈ એમ કહેવું એ જુદી વાત છે.

બાપુ : હા, પણ તમારે એ સમજવાનું છે કે આ વસ્તુ તે લેાકેાએ અમુક વચન આપ્યું હોય અને તે પાળતા હાય તાપણ આવી શકે. કારણ લેાકેા અમુક કરે છે કે નથી કરતા એની સાથે આતે સંબધ જ નથી. મારી આસપાસ શુદ્ધિ ન હોય અને મારી પાસે એ કાઢવાનેા ખીન્ને ઉપાય ન હોય તે શું કરવું ?