વલ્લભભાઈને ચીડ નથી, દુઃખ છે ત્રણેનાં દૃષ્ટિબિન્દુ એકબીજાથી તદ્દન ભિન્ન છે પણ એ ત્રણેના આશીર્વાદ મને મળે, એ ત્રણેની પ્રાર્થનાએ એકત્રિત થાય, તેા એ કેવું ભવ્ય કહેવાય ? વિલાયતના તારા વાંચ્યા પછી કહેઃ મારે જવાનું હશે તેા જગતના આશીર્વાદ લઈ તે જ જવાને છું. કેાડરાવની સાથે વિનેાદ કર્યાં : તમે ઔપચારિક મુલાકાતે આવ્યા છે કે ખરખરા કરવા આવ્યા છે? કે પછી સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સાસાયટીમાં એક ગાંડીને રખાવવા મારી પાસે માફી મંગાવવા આવ્યા છે? આ ગાંડી તે પેલી મા રેટ, જેણે કાલે અનેક નાટકા કર્યાં. બાપુને પાગલ શબ્દથી સોધીને કાગળ લખ્યા, પછી સાત વાર માી માગી અને આપુએ સાંજે એને રજા આપી. આજે સવારે પાછા કાગળ આવ્યેા : તમે ઈશ્વરને વિષેની મારી શ્રદ્ધાને નાશ કર્યાં છે, હું ઉપવાસ કરવાની અને મરવાની છું, મારા વીલમાં મારી બધી વસ્તુ આશ્રમને માટે અને મારું શરીર સાસન ડૅાસ્પિટલને માટે છેાડી જાઉં છું.” આ કરીને વિષે શું કહેવું? આપુ સાંજે કહે એના ગાંડપણમાં પણ એક પતિ છે. એ સાચી છે અને જે આવે તે ભરડચે જાય છે તેમાં કાંઈ શંકા નથી. એના સાચમાંથી સારું પરિણામ નીપજે. તારાની વાતેા કરતાં મને પૂછે : વલ્લભભાઈ હજી મારી સાથે ચિડાયેલા છે? મેં કહ્યું : ચીડ શેની હાય? દુ:ખ છે. બાપુ : પણ તમે તેા કાલે એવેા ભાસ આપ્યા હતા કે એમને ક્રોધ છે. મેં કહ્યું : તે। મારી ભાષા ખેાટી. ક્રોધ હાય જ નહીં. એમની સ ંમતિ છે એમ ન માનેા. એમના મનમાં તીવ્ર વેદના વ્યાપેલી છે. પણ આપ જીવા કે જાએ, ગમે તેમ થાએ, આપની આસપાસ અસ તા, કલહ, અપ્રસન્નતાનું વાતાવરણ ન હોય એમ એએ ઇચ્છે છે. બાપુ : એ હું સમજું છું. એ તે! વલ્લભભાઈ જેવી ભડ વ્યક્તિ પાસે છે એ કાંઈ ઈશ્વરતી એછી યા છે? એમનામાં ભારે ઈશ્વરશ્રદ્ધા તે પડેલી જ છે. મે કહ્યું : મેં તે! એમને કાલે કહ્યું કે ઉપવાસ ચાલુ રાખવાને અમે અભાગિયા લાયક ન હેાઈ એ, પણ તમે તે છે જ, અને તમે ચાલુ રાખે! તે મને આશ્રય ન થાય. વૈકુંઠભાઈ અને મથુરાદાસની સાથે ઃ “ તમારા ઉપર મૅમ્બશેલ શું નાખ્યા ? પહેલવહેલા ઍમ્બશેલ મારા ઉપર પડયો. હું કાને ખબર આપું? દાખલાનેા જવાબ દહાડાના દહાડા G
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૯
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
૨૭૭