પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
 
૨૮૪
 

૮૪ ૐો. અનસારીને જવામ જનરલ સ્મટ્સને ઉદાર પ્રેમથી ઊભરાતા તાર છાપામાં આવી ગયે છે પણ હજી સરકારને ત્યાંથી અહીં આવતાં તે દહાડા જશે. સરેાજિની નાયડુએ કાલે આવતાવેંત જ બાપુને માકલેલી ચિઠ્ઠી : “ મારું આગમન જાહેર કરવા આ લખું છું. તમારા અંગત નિણ્ યની બાબતમાં ઈશ્વરને કે શેતાનને પસંદગી કરવાની તક આપે। એવા તમે નથી એ હું જાણું છું. આજે સાંજ સુધીમાં તમને મળી જઈશ, પણ તે વિરાધ કરવા કે દલીલ કરવા કે વધાવી લેવા કે વખેાડી કાઢવા નહીં. તમે જેટલા તમે છે! તેટલી જ હું તે હું છું. ’ ડૉ. અનસારીને કાલે સાંજે તાર આવ્યેા હતેા: હું આ ઉપવાસને મંજૂરી આપી શકું એમ નથી, પણ જે ઉપવાસ થાય ૪--'ૐ ૐ જ તે ભયની હદે પહોંચ્યા એમ દાક્તર કહે એટલે તમારે ઉપવાસ છેાડવા. એને જવાબ આપ્યા : “તમે તેા ખુદા પર યકીન રાખનારા છે. તમને કહું છું તે સાચુ માનજો કે આ ઉપવાસ મેં મારી ખુશીથી નથી લીધા. એ ખુદાનું કડક ફરમાન છે. તેથી એ જ મારેા અદશ્ય હકીમ છે. જો એની સારવારથી હું નહીં બચ્ચું તેા તમારા જેવા કુશળ દાક્તર અને પેગ બરસાહેબને આતને વખતે મદદ કરનાર (અનસારીએ)ના વંશજ મને શી રીતે બચાવશે ? યાર.” રંગૂનવાળાઓને આ કટાકટીને પ્રસંગે પણ મિલકતની વહેંચણી માટે સલાહ લેવી છે. બાપુ કહે: સેામવારે પણ મળવા આવવા દેવા જોઈ એ. પરમ મિત્રના પુત્રા છે, એને કેમ ના પડાય ? ખંભાતા જેવાને પત્તું લખીને તબિયત સંભાળવા સલાહ આપે છે: “ મારા ઉપવાસ ઈશ્વરના હાથમાં છે એટલે એની ચિંતા હોય જ નહીં. ત્યાં જ ગાય જો મળે તે તેને સામે રાખી આંચળ સાફ કરાવી દેવરાવી દૂધ મેળવેા તા બહુ સારું. દૂધ અને ફળના રસ ઉપરાંત કંઈ જ ન લેશે. તમને અને તેહમીનાને આશીર્વાદ— આપું.” રાજાજી સાથે સવાદ : બાપુ : કાયદાશાસ્ત્રમાં પણ આપધાતને હક સ્વીકારેલા છે. તમે મને પૂછશે! કે રામતીથ, રામકૃષ્ણ, વિવેકાનંદ કાણે આવી તપશ્ચર્યા કરી છે? રામતીર્થ ઇરાદાપૂર્વક આપધાત કર્યાં કે સમાધિમાં તેમ કર્યું, પણ તેનું કાંઈ પરિણામ આવ્યું છે? તમે તે પૂછશેા કે ઈસુ ક્રૂસ ઉપર ચડવો તેની કાંઈ અસર થઈ છે?