૨૯૩ ઉપવાસનાં કારણેાનુ પૃથક્કરણ લક્ષ્મણ શાસ્ત્રી : ઉપવાસની પ્રતિજ્ઞા કર્યાં પછીની તમારી સ્થિતિ જોઉં છું તેા મને તમારા મુખ ઉપર શાંતિ અને આનંદ લાગે છે, જે અગાઉ હું નહાતા ભાળતા. એની આગળ ઉપવાસનાં કારણેાનું પૃથક્કરણ કર્યું : ત્રણ વિભાગ (૧) હિરજનેા ઉપર ચાલી રહેલા અત્યાચારા (૨ ) એક પ્રેાસર લખે છે કે હિરજનેાથી જ આપણે હિંદુ ધર્મની રક્ષા કરી શકશું. એમાં ગુડાશાહી છે અને સ્વાર્થ છે. (૩) હિરજનસેવકાના દિલમાં છે કે રાજદ્વારી સત્તાથી બધું થઈ શકશે. એમનામાં અપવિત્રતા પડી છે, તેના ભયાનક દાખલા મારી પાસે આવ્યા છે. ધાર્મિક પરિવર્તન માટે યજ્ઞ સિવાય બીજો ઉપાય નથી. હિરલાલના કાગળને। હૃદય-પરિવર્તનકારક જવાબ આપ્યા. કાકા આગળ ખેલ્યા : હરિલાલ ને પાછા મળતા હાય તેા તેને માટે બેતાળીસ ઉપવાસ કરું. મનમેાહનદાસ રામજી અને એને! દીકરા આવ્યા. મ॰ રા: અત્યો માટે બધી સગવડા કરી આપવાની ફરજ છે, એ પ્રમાણે જ વન થાય છે. કેટલીક માન્યતાએ એટલાં ઊંડાં મૂળ ઘાલીને એરી છે કે એમાં ઝટ ફેરફાર કરવા મુશ્કેલ છે. મદિરા વિષે બધા રાજી હેાય એટલે ક્રાણુ ? ટ્રસ્ટીએ રાજી હોય, પણ અંદર જવાવાળા રાજી છે? એ લેાકા અત્યજો સાથે જવામાં રાષ્ટ્ર ન હેાય તે? એટલે એકમત થયા વિના રાજ મારામારી થવાની. વેરથી કામ એછું થશે. આ કામ કૈાક દિવસ તેા થવાનું જ છે. કાળ બળવાન છે, પણ બળાકારે આ ન થાય. બાપુ: હું તેા બળાત્કાર માગતા જ નથી. મ॰ રા॰ : આ પતન થયું છે એનું કારણ એ છે કે ધર્માચાર્યાં પેાતાનું કર્તવ્ય ભૂલી ગયા છે. એમને હું તે કહું છું કે તમે સાયની અણી ઉપર છેા. કયારે ઊખડી જશે! તે કહી નથી શકાતું. બાપુ : એટલે જ હું કહું છું કે ધમ કાયદાના હાથમાં ચાલ્યે જાય એ હું નથી ઇચ્છતા. હું તે મિત્રાને કહી રહ્યો છું કે અસ્પૃશ્યતા- નિવારણનું બિલ પાસ કરેા એટલે મદિરપ્રવેશના બિલની જરૂર નથી. ડો. સૈયદને બાપુ કહે કે ૨૯મીએ મળવા આવશે. આ મારી ચેાસ તારીખ આપું છું. સયદ : હું આપને માટે પ્રાર્થના કરીશ. બાપુ: દુષ્ટને માટે જરૂર પ્રાથૅના કરજો.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯૪
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
૨૯૨