પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
 
૨૯૫
 

જેણે ઉપવાસ કરાવ્યા છે તે પૂરા ઉતારશે જ તરફડીએ છીએ એટલે હું તે! આ મહાવ્યથામાંથી શુભની જ આશા રાખું છું. ધીરજ રાખી જે સેવા થાય તે કરો. મીરાને : પ “ હું ઇચ્છું છું કે મારી સાથે તને પણ એમ લાગે કે આ ઉપવાસ ઈશ્વરે અત્યાર સુધી મને આપેલી ભેટા કરતાં વધુ મેટી ભેટ છે. હું ભય સાથે અને ધ્રૂજતા ધ્રૂજતા તેનેા વિચાર કરું છું, તે મારી નબળો શ્રદ્દાની નિશાની છે. પણ આ વખતે પહેલાં મેં કદી નહીં અનુભવેલા એવા આનદ મારામાં પ્રગટયો છે. એ આનંદની તું ભાગીદાર થા એમ હું ઇચ્છું છું. આપણે ઉપવાસનેા અર્થ સમજતાં નથી, અને એમ માની લઈએ છીએ કે સ્થૂળ ખારાક લેતા બંધ થઈએ એટલે ઉપવાસ થાય. પણ એવું કશું નથી. ખારાક નહી લેવા એ ઉપવાસનું અનિવાર્ય અંગ છે ખરું, પણ તેનું મેટામાં મેટું અંગ નથી. મેટામાં મેાટું અંગ તે। પ્રાર્થના, શ્વિર સાથે એકતાર થવું, એ છે. એ વસ્તુ સ્થૂળ ખારાકની વધારે સારી અને ચેાગ્ય અવેજી છે.” ચાલી ને : .. જેમ જેમ વખત જતેા જાય છે તેમ તેમ આ ઉપવાસના સમર્થનમાં વધારે ને વધારે સાબિતી મને મળતી જાય છે. આસપાસ બની રહેલી ઘટનાએએ કરવા ધારેલા ઉપવાસ વિના મારા ચૂરેચૂરા કરી નાખ્યા હોત. પણ સકલ્પ કર્યાં પછી એ ઘટનાએની વચ્ચે હવે હું શાન્ત ઊભેા છું. હવે પહેલાં કરતાં ઘણી વધારે પ્રતીતિથી એ બધું ઈશ્વરને ચરણે ધરી દઈ શકું છું.” માને : “ ગીતાના એક નહીં પણ અનેક શ્લેાકમાં ભાવ એ છે કે જે કા શ્વરને નામે તેની પ્રેરણાથી થાય છે તે એ જ પૂરાં કરાવે છે. કર્તાહર્તા તે જ છે, એટલે આપણે તેા કેારા ને કારા છીએ. જેમ કાઈ લાકડી વતી ખીજાને મારે તે તે કામ લાકડીનું નથી પણ લાકડીના ધણીનું છે, તેમ જે આપણે આપણાં શરીર ઇશ્વરને સોંપી દઈએ તે શરીર પાસે કંઈ કામ તે કરાવે તે તે શરીરનું નથી પણ ઈશ્વરનું છે. જશ અપજશ તેને છે. તેથી સમજો કે જેણે ઉપવાસ કરાવ્યા છે તે પૂરા ઉતારશે જ.” એકીને : છેવટે તારાથી રહેવાયું નહી. પણ તારા લાંબા તારને માટે હું ક્ષમા આપું છું. ગરીબ બિચારા હરિજન ! એએ કહેશે કે તેમના ઘણા