આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આશ્રમની ટપાલ આ વેળા નાની લખી. નાની નાની કરીને પણ ર૭ કાગળો થયા. દરેકમાં પ્રેમ અને આશીર્વાદની બે ૨––રૂ રે, લીટી. ગયા અઠવાડિયામાં ગાવિંદ રાઘવે એક નાની કાપલી મોકલી હતી. એમાં એક બિશપની વાત હતી. તે એક ટેકરી ચડતો હતો. તે જ વેળા એક છ સાત વર્ષની બાળકી પોતાના બે વર્ષના ભાઈને ખભા ઉપર લઈને ચડતી હતી અને હાંતી હતી. બિશપે કહ્યું : અરે, આ છોકરા ને તારે માટે બહુ ભારે છે. બાળાએ જવાબ આપ્યો : જરાયે ભારે નથી. એ તો મારા ભાઈ છે. આના ઉપર બાપુએ લખ્યું :

  • તમારા પ્રેમાળ કાગળ મળ્યા. કેવા મહાન વિચાર ! “ એ ભારે નથી, એ તો મારા ભાઈ છે. ભારેમાં ભારે વસ્તુ પીંછી જેવી હળવી બને છે, જ્યારે પ્રેમ એને ઊચકનાર હોય છે.”

છોકરીએ પોતાના એક વચનથી કાવ્ય કરી મૂક્યું. બાપુએ એના ઉપર બે લીટીનું મહાભાષ્ય કર્યું! નારદ્દાસભાઈને કાગળમાં ઉપવાસ વિષે એક લીટી લખી :

    • હમણાં તો ઉપવાસનું નગારુ વાગતું થયું છે. વળી કનયાને વગાડવું હશે.”
  • હિંદુ ના ખબરપત્રી :

સ : ધર્મના કામમાં વચ્ચે નહીં પડવાની રાણીના ઢંઢેરાની નીતિનો ભંગ થયાની વાત સનાતનીઓ કરે છે તેને વિષે આપને શું | બાપુ : મારા મત પ્રમાણે ધર્મની બાબત સરકારની તટસ્થતામાં દખલ થયાને અહીં બિલકુલ પ્રશ્ન જ નથી. જેઓ સુબ્બારાયનના બિલને વિરોધ કરે છે તેઓ તટસ્થતા શબ્દને શો અર્થ કરે છે તે હું જાણતા નથી. એ વિશાળ પ્રશ્નમાં ઊતર્યા વિના હું એટલું કહી શકું છું કે ડે. સુબ્બારાયનનું બિલ બ્રિટિશ અદાલતના ચુકાદાથી થયેલી દખલગીરીને