મારી સામે ત્રણ પાપ કર્યાના આક્ષેપ ૩૦૫ આજે અહીં ખેલવાનું મારે માટે કાણુ છે. મારા વિચારા ગેાાવ્યા વિના હું અહીં આવ્યેા છું. શું કહેવું તે વિચારી કાઢવાને મારા ઇરાદા તા હતા પણ હજી મારામાં બરાબર શક્તિ આવી નથી, અને વ્યવસ્થિત ભાષણ હું વિચારી શકયો નથી, એટલે મારું કહેવું હું બરાબર સ્પષ્ટ ન કરી શકું તેા તમે મને ક્ષમા આપશે. મારા ભાષણમાં મારે બહુ વિશાળ ક્ષેત્ર આવરી લેવાનું છે. હું મારું ભાષણ કયારે પૂરું કરી શકીશ એ પણ જાણતા નથી, એટલે માંદા માણસ પ્રત્યેની ઉદારતાની હું માગણી કરું છું. આ પ્રસંગ એવે છે કે બધા વિચારો બની શકે એટલા સંપૂર્ણ રીતે મારે રજૂ કરવા જોઈ એ, અને તમારા બધા પ્રશ્નોના મારે જવાબ આપવા જોઈ એ. મારી સામે ત્રણ પાપ કર્યાનેા આક્ષેપ છે. તેની ચર્ચા કરીને હું મારી સ્થિતિ સ્પષ્ટ કરવા માગું છું. (૧) પહેલું પાપ યરવડા કરારને હસ્તીમાં આણીને મે કયુ એમ કહેવાય છે. (૨) શ્રી પાપ મેં એ કયુ` કહેવાય છે કે મે હિરજનસેવાનું કામ જેલમાંથી ઉપાડયું અને એ રીતે શરતી સ્વતંત્રતા મેળવી. (૩) ત્રીજાં પાપ એ કયું કહેવાય છે કે આ લડત મેક્ રખાવવામાં હું નિમિત્ત બન્યા કું. પહેલા વિષે મારે એટલું જ કહેવાનું છે કે મારી બધી મર્યાદાએ સાથે તમારે મારે સ્વીકાર કરવાને છે. ગેાળમેજી પરિષદમાં મેં જાહેર રીતે પવિત્ર પ્રતિજ્ઞા કરી હતી કે હિરજનેનાં અલગ મતદારમંડળેા બનાવવામાં આવશે તે એ અટકાવવા માટે હું પ્રાણાપણું કરીશ. જ્યારે મેં જોયું કે બ્રિટિશ પ્રધાનમડળે આ વસ્તુને નિશ્ચિત હકીકત કરી દીધી છે ત્યારે મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવું રહ્યું. એટલે એ વસ્તુના મને જરાય પશ્ચાત્તાપ થતા નથી. કહેવાનું છે કે પૂના હાઈ સ્વાભાવિક રીતે એ પવિત્ર કરારની ખીજા આક્ષેપની બાબતમાં મારે એટલું જ કરારને હસ્તીમાં આણવાની મુખ્ય જવાબદારી મારી જ મારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે બધી શરતનું પાલન પૂરી રીતે થાય તે માટે મારે પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈ એ. હિરજનેાનાં અલગ મતદારમંડળે! નાબૂદ થયાં એટલું જ સ નહતું પણ મુંબઈમાં મળેલી હિંદુ લેાકાની જાહેર સભામાં એમને જે વચને આપવામાં આવ્યાં હતાં તેનું પાલન થાય તે વધારે અગત્યનું હતું. એમ કહી શકાય કે બહાર રહેલા એને માટે પ્રયત્ન કરે. પણ તેથી મારી જવાબદારીને હું ઇન્કાર કરી શકતા નથી. આટલું કહીને આ વસ્તુ ઉપર હું પડદા નાખવા ઇચ્છું છું. કામ કરવાની જે સ્વતંત્રતા મે મેળવી તે મારી જાતને ભાગે મે' મેળવી છે. ૩-૨૦
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૦૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
૩૦૫