૧૯લભભાઈને છેતર્યાં જ ના? 333 વલ્લભભાઈને પણ એ લેાકેાએ છેતર્યાં જ ના? એમને બિચારાને એવી જ છાપ હતી કે ઑપરેશનને માટે લઈ જય છે. કેવી નીચતા ! આજે ‘ટાઈમ્સ’માં આ અને બીજા ૧૫ પકડાઈ ગયાંના, અને બીજા ૧૬ના પણ તેમ જ થયાના, રાજાજીની કૂચ અને પકડાયાના, પેરીનબહેન, આબિદઅલી અને બીજા પકડાયાના ખબર આવ્યા. લખનૌથી પણ એવા જ ખબર આવ્યા. બાપુ બહુ રાજી થયા. દેવદાસના ખબર ન ગમ્યા. પણ મેં કહ્યું : આ ખબર પૂરા ન હોય, દેવદાસ આવું લખી આપે એમ લાગતું નથી. આપુ કહે : આગળ ન જ જવાને હુકમ હોય તે એણે તેડવા જ જોઈ એ. પણ કઈક બીજું હશે. દેવદાસ અને લક્ષ્મી એમાંથી એકે હારણ નથી એટલે કઈ જ નિર્ણય ન આપી શકાય. એની પાસે પેાતાનાં પગલાં વિષે કાંઈક કહેવાનું જરૂર હશે. બાકી લગ્ન તે ખરેખરાં કર્યાં દરબારના સૂકાંતે. પરણ્યાં અને પછી એક પછી એક અનેક વાર બંને જણાં જેલમાં ચાલ્યાં જ છે. એ ભારે બહાદુરી કહેવાય. દરબારની બહાદુરી તે અસાધારણ જ કહેવાય. સાંજે લાકડાં અને શાક પેાતાને ખર્ચ મંગાવી લેા એવી ટિસ આવી. એટલે આપુએ કટેલીને કાગળ લખ્યા કે એમ જ હાય અને સરકારના હુકમ હોય કે મને ‘અ' વર્ગના ખારાક ઉપરાંત કશું ન આપવું તે મને ક' વને ખારાક ચાલુ કરશેા. આ પછી કટેલી આવી ગયા. એની સાથે ખુલાસા થયા. એણે કહ્યું : સાહેબને સવારે પૂછીને જણાવીશ. વલ્લભભાઈ તે નાશિક ખસેડવા અને તે એમને એવી થાપ આપીને કે મુંબઈ ઑપરેશન માટે લઈ જઈ એ છીએ, એ બધાંની અસર બાપુ ઉપર બહુ થઈ. મેલ્યા : આ ધા ઝટ રુઝાય એવા નથી. આવી નીચતા શા સારુ વાપરી હશે? આ તેા વલ્લભભાઈ તે છેતર્યાં જ ના? સવારે કટેલીએ આવીને કહ્યું : સાહેબે કહ્યું, મને હુકમ મળી ગયા હતા પણ હું કહેવાનું ભૂલી ગયેલેા. ગાંધીને વૈદકીય કારસર બધું જ આપવાનું છે એટલે બધેા ખર્ચા ઇસ્પિતાલ ખાતે પડશે, ૬-૮૨૨ હરિજનકામ વિષે હજી જવાબ આવ્યેા નથી. કાલે નેટિસ જશે કે સેામવાર સુધીમાં જવાબ સેામવારે નેટિસ દેશું કે મુધવારે પગલું લેવું પડશે. બાપુ કહે : આવતી જોઈ એ, અને પછી આ વાત કરી ત્યાં
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
૩૩૩