આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
શાસ્ત્રો ધર્મના રક્ષણ માટે છે, વિનાશ માટે નહી

________________

39

અને અસ્પૃશ્યતા શરીરની અસ્વચ્છતા પુરતી છે. શું તમે એમ કહેવા માગેા છે કે મંદિરમાં જનારા બધા પવિત્ર હોય છે? કેટલાક તે સ્ત્રીએનાં મેઢાં જોવા મદિરમાં જાય છે. પણ હું એ લેાકેાને અપવિત્ર કહેવા તૈયાર નથી, કારણુ હું પણુ અપવિત્ર છું. જો હું પવિત્ર અને પૂર્ણ ડેાત તે। હું પરમેશ્વર થઈ જાત અને આસમાનમાંથી શાસ્રા ઉતારતા હેત. શાસ્ત્રી : ચાંડાલને મદિરપ્રવેશને અધિકાર નથી એ શાસ્ત્રવચન છે. પણ રાજકીય દૃષ્ટિએ અથવા વ્યાવહારિક દૃષ્ટિએ એમને છૂટ અપાય. આપુઃ મારે તે તેએ ધર્મ તરીકે મદિરપ્રવેશ કરે એ જોઈ એ છે, રાજકીય કે વ્યાવહારિક દૃષ્ટિએ નથી જોઈતું. હિંદુ ધર્મને વિશુદ્ધ કરવા માટે જોઈ એ છે. હિંદુ ધમ આજે મરવા પડયો છે. તેને ઉગારી લેવા એ જોઈ એ છે. હિંદુ ધર્મને વિશુદ્ધ કરવા માટે મદિરા ખુલ્લાં મુકાવાં જ જોઈએ. તમે તે। કાઈ પ્રાચીન શાસ્ત્રી પણ ન કરે એવી વાત કરેા છેા. કાઈ અનિષ્ટ એવું નથી જેનું નિવારણ ન હેાઇ શકે. આ લેાકેાને શી રીતે અપનાવવા એ તમે શાસ્ત્રામાંથી શોધી કાઢા. પ્રાયશ્ચિત્ત કરાવીને નહીં, કારણ કે તમારા કહેવા પ્રમાણે તે આપણે બધા ચાંડાલે છીએ. ભાગવત ધર્મના ઉદય પછી પ્રાયશ્ચિત્તની વાત કરવી અથ વગરની છે. ભાગવત તા કહે છે કે, સાચા હૃદયથી દ્વાદશાક્ષરી મંત્ર ( નમા ભગવતે વાસુદેવાય )નું ઉચ્ચારણ કરે! એટલે તમે શુદ્ધ જ થઈ ગયા. ગમે એટલાં પાપા કર્યાં હેાય તેને માટે આટલું બસ છે. ગામાંસ-ત્યાગ પણ મ`દિરપ્રવેશ પછી કરાવી શકાશે, શુદ્ધિ થવા માટે ત્રણ વરસની જરૂર નથી. એ વાત વાહિયાત છે. કેાઈ શાસ્ત્રમાં ત્રણ વરસ ભલે લખ્યાં હૈય પણ એવાં પણ શાસ્ત્ર છે કે માણસ સકલ્પ કરે તેની સાથે જ શુદ્ધ થઈ જાય છે. શાસ્ત્રો હિંદુ ધર્મનું રક્ષણ કરવા માટે છે. આજે તે શાસ્ત્રો હિંદુ ધર્મને મારી રહ્યાં છે. ચિન્તામણરાવ વૈદ્યની માફક મારે કશું શાસ્ત્રોથી સિદ્ધ કરવું નથી પણ શાસ્ત્રોમાં ઊંડી ડૂબકી મારીને તેમાંથી ખરાં રત્ન શોધી કાઢવાં છે, શાસ્ત્રવચનેાનું હાર્દ પકડવું છે. પાપી માસ દ્વાદશાક્ષરી મંત્રથી પેાતાનાં પાપ ધોઈ નાખી શકે એટલે કહેવાતે ચાંડાલ પણ તેમ કરી જ શકે. ભાગવતનું આ વચન મૃતવચન નથી, એ જીવનથી ભરેલું છે. કાંઈ નહી તે! સાચા હૃદયથી આ મ`ત્રનું ઉચ્ચારણ કરવાથી તે વખત પૂર તેા માણસ વિશુદ્ધ થાય જ. ચાવીસે કલાક એ વિશુદ્ધિની સ્થિતિન સાચવી શકે એ જુદી વાત છે.