ચજ્ઞના આરભ ૧૦૫ બીજા પ્રસિદ્ધ ઉપવાસેાથી નિરાળેા છે. તેમાં હૅતુ કેવળ શુદ્ધિને છે. આ કરતાં દેહ પડી જાય તેા એને હું અણધાર્યું છતાં શુભ પરિણામ ગણીશ. અને હું ઇચ્છું છું કે સૌ એમ જ ગણે. હરિજનનું ચિંતવન કરતા, તેની શુદ્ધ સેવાની ભાવના ધરતા હું દેહ છેાડુ અને સેવાનેા સરસ આરંભ ગણું. પણ આ યજ્ઞમાં મારી ધારણા મરીને સેવા કરવાની નથી, જીવીને કરવાની છે. ઈશ્વરે બીજું ધાર્યું હશે તે તેને કાણુ મિથ્યા કરી શકનાર છે? જેમ જીવીને સેવા કરવાની હામ છે તેમ મરીને પણ કરવાની છે. એટલે જીવન મરણને આપણે બધ! એક જ વસ્તુ સમજીએ. જેએ આ ઉપવાસથી થરથરી રહ્યા છે તેએ દેહતા માહ છે. મનુષ્ય દેહ છાડે છે એટલે તેનું કામ છેડે છે એવું નથી જ. દેહ મરે છે, આત્મા નથી મરતા. કર્તા અકર્તી આત્મા છે. તે ચિરવી છે, અમર છે. આપણે જાણીએ કે ન જાણીએ, ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પ્રયત્નમાત્ર આત્માને અંગે છે—પછી ભલે તે તેને ઉપર લઈ જાઓ કે નીચે. અત્યારે મારી પ્રબળ ઇચ્છા એક જ છે. આ અસ્પૃસ્યતા-નિવારણનું કામ ધાર્મિક છે, તે ધાર્મિક સાધનેા વિના તે સિદ્ધ ન થઈ શકે, એવું આપણે સૌ સમજતા થઈ એ. હિરજનની સેવામાં બીજા હિંદુની શુદ્ધિ રહેલી છે. ખીજા હિંદુની શુદ્ધિ ન થાય તે હિરજનની આર્થિક કે રાજનૈતિક સ્થિતિ સુધરતી હાય તાયે એથી હિંદુ ધમ શુદ્ધ નથી થતા. અસ્પૃશ્યતારૂપી મેલ એવા છે કે જે ન નીકળે તે હિંદુ ધર્મને અવશ્ય ખાઈ જાય. તે મેલ કાઢવાને સારુ અસંખ્ય હિંદુઓનાં હૃદયનું પરિવર્તન આવશ્યક છે. આ મેલ આત્મશુદ્ધિ વિના બીજા એક પણ સાધનથી ન નીકળે એ દીવા જેવું સ્પષ્ટ સૌને લાગવું જોઈ એ. એ સ્પષ્ટ કરનારું ઉત્તમાત્તમ સાધન મનસા, વાચા ને કા ઉપવાસયન છે. કેવળ શરીરનેા ઉપવાસ એ મિથ્યા કષ્ટ છે. એ દંભ પણ હાય. જેનું મન અન્નક્ળ માગતું બંધ થાય છે તેનું શરીર સહેજે નથી માગતું. જેનું શરીર અન્નકૂળ નથી લેતું પણ મન તેમાં જ ભમે છે તે શરીરે ઉપવાસ કરતા છતાં જમ્યાં જ કરે છે. ઘણા ઉપવાસ આવા જ હોય છે. તે બધા ધર્માંદૃષ્ટિએ નિરક છે, હાનિકર પણ હોવાને પૂરા સંભવ છે. એટલે ધાર્મિક ઉપવાસમાં મનની તૈયારી પૂણ્ હાવાની અત્યંત આવશ્યકતા છે. એવી તૈયારી મારે વિષે છે એમ મારે। આત્મા સાક્ષી પૂરે છે. આવા યજ્ઞા કરતાં ઘણાએ દેહ છોડે એ સ ંભવ છે. એવું અને તેયે એવા જ અનેક યજ્ઞા વિના આ નિવારણ થનાર નથી; એ વિના અનેક સકા થયાં જડ ઘાલી રહેલા મેલ નીકળવાના નથી. એ યનમાં પહેલ મારી હોય એ જ વાસ્તવિક છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૫
૪૦૫