પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૩
 
૪૧૩
 

અનશન વિષે ૪૧૩ એમાં તે કઈ શક નથી કે મારે સારુ જે જે સગવડા ઊભી થઈ હતી તે સગવડ ન હોત, અને કાઈ એકાંત સ્થળમાં કોઈની પણ મદદ વિના ઉપવાસ લઈ શકાયેા હેાત તે। જે પ્રેરણાતા મે દાવા કર્યાં છે તે પ્રેરણા વધારે દીપી નીકળત આમ ટીકાને અમુક અંશે સ્વીકાર કરવા છતાં મારે કહેવું જોઈ એ કે પ્રેમળ મિત્રાની ઉદારતાનેા મે જે ઉપયેાગ કર્યો તેને સારુ મને નથી પશ્ચાત્તાપ કે નથી શરમ. હું મૃત્યુની સાથે યુદ્ધ કરી રહ્યો હતેા. એટલે મારી પ્રતિજ્ઞાની અવિરેાધી એવી જેટલી મદદ આવી પડી તે બધીને મે ઈશ્વરે મેાકલેલી મદદ માનીને નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યાં. કાઈ મને પૂછે કે અનશનની યેાગ્યતાને વિષે મને હવે કઈ શંકા છે કે નહીં? તેા હું કહી શકું છું કે મને શંકા નથી, એટલું જ નહીં પણ એ અનુભવનાં મારી પાસે તે અત્યંત મીડાં જ સ્મરણુ છે, જોકે શરીરની વ્યથા તે! સારી પેઠે હતી, પણ તે વખતની અવર્ણનીય અતરની શાંતિથી એ વ્યથાને પૂરેપૂરા બદલા મળી ગયા. શાંતિ તો મેં મારાં બધાં અનશનમાં ભાગવી છે, પણ આ છેલ્લા અનશનની શાંતિ ઘણી વિશેષ હતી. કદાચ તેનું કારણ તેા એ હતું કે આ વખતે મારી દૃષ્ટિ અનશનના કંઈ પણ પરિણામ ઉપર ન હતી. પહેલાંનાં અનશનેામાં કંઈક સ્પષ્ટ રીતે જોઈ શકાય એવા પરિણામની આશા મને રહેતી; જ્યારે આને વિષે એવું કઈ જ નહીં. આટલી શ્રદ્ધા હતી ખરી કે એને પરિણામે આત્મશુદ્ધિ અને બીજા સાથીએની શુદ્ધિ તે એછે કે વત્તે અંશે થશે જ, સાથીએ એટલું સમજી જ લેશે કે અંતરશુદ્ધિ વિના સાચી હિરજનસેવા અસ ંભવત છે. પણ આવા પિરણામનું માપ કાઢવાને આપણી પાસે કાઈ ગજ હાતેા નથી. એટલે પરિણામની ઉપર બાહ્ય દિષ્ટ રાખવાને બદલે એ એકવીસ દિવસ દરમ્યાન હું મુખ્યપણે અંતર્મુખ રહ્યો એમ કહી શકાય.

આ અનશનનું સ્વરૂપ જરા વધારે વિચારવું ધટે છે. એ કેવળ દેહદમન જ હતું? મારે। દૃઢ વિશ્વાસ છે કે કેવળ દેહદમન અર્થે કરેલા ઉપવાસ વૈદક દૃષ્ટિએ શરીરને કંઈક લાભ પહોંચાડે છે. તે ઉપરાંત તેની વિશેષ અસર નથી. મારા ઉપવાસ દેહદમનને અર્થે મુદ્લ નહાતા એમ હું જાણું છું. દેહદમનને સારુ મારી તૈયારી પણ ન હતી. જે વખતે ઉપવાસ લેવાયેા તે વખત મારી કલ્પનાની બહાર હતા. એ અરસામાં લખાયેલા મિત્રો ઉપરના કાગળ એમ સ્પષ્ટ કહે છે કે તાત્કાલિક અનશન કેવળ મારી દિષ્ટ બહાર હતું. મારે સારું આ અનશન એ હૃદયમાંથી નીકળેલી ઈશ્વર