28500 એ અનેરુ અગ્નિહોત્ર . ૪૧૭ મેજર ભંડારી ગયા અને નવા સુપરિન્ટેન્ડન્ટ કર્નલ માર્ટિન આવ્યા. તેમણે વિનેાદ કર્યો ઃ હવે તેા ઉપવાસ ન કરેા ના?' ગાંધીજીએ કહ્યું, · આશા તા એવી છે કે ન જ કરવા પડે. ૨૮મીએ એક હરિજન જુવાન અનેક પ્રશ્નો લઈ ને આવ્યેા હતેા. એમાં પહેલા જ પ્રશ્ન આ હતાઃ હવે આપ ઉપવાસ તા ન કરેા ના?' ગાંધીજી કહે: મને લાગતું નથી. ર૯મીએ રાત્રે કંઈક ઉદ્વેગજનક સંવાદો થયા હતા, પણ શાંતિથી હંમેશની જેમ આ વાગ્યે સૂતા. વલ્લભભાઈની સાથે કઈક વિનેાદ તા ચાલતા જ હતા. હું એક પુસ્તક વાંચવામાં મશગૂલ તે રાતે બાર વાગ્યે સૂતા. એ જ વખતે તેઓ ઊઠવા ત્યારે મારી મુત્તી જોઈ હશે. ડરીને મે બત્તી એલવી, અને ઊધ્યેા. પણ સાડાબાર વાગ્યે તે પાતે જ ઊઠવા હતા. અમને કાઈ તે ખબર નહીં. પાણા ચાર વાગ્યે અમે હંમેશની જેમ ઊચા અને ચારે પ્રાના કરવા બેઠા. કાણુ જાણે કેમ છેલ્લા એ માસમાં કાઈ દિવસ નહી’ ને આજે જ સવારે મેં પ્રાર્થનામાં • ઉઠ જાગ મુસાફિર ભાર ભઈ, અમ રૈન કહાઁ જો સેાવત હૈ' ગાયું. ગયા ઉપવાસને આરંભ કરતાં એમણે જ આ ગવડાવ્યું હતું. પ્રાર્થના પૂરી થઈ ત્યાં સુધી અમને કાઈ ને કશી ખબર ન હતી. મને મધરાત સુધી બત્તી બાળવાને માટે ખખડાવશે એવી ભીતિ હતી. મને પૂછ્યું : ‘ કચારે સૂતા હતા ?’મેં જવાબ આપ્યા એટલે કહ્યું : “ મને લાગ્યું કે તમે જાગેા છે. વારુ, ત્યારે તરત સૂઈ જાએ અને પાછા સાડા પાંચે ઊઠો.’હું કશું ન સમજ્યેા. હું ગયા એટલે વલ્લભભાઈના હાથમાં પોતે લખેલું નિવેદન મૂકયું અને સાથે સાથે કહી દીધું : • વલ્લભભાઈ, શાંત ચિત્તે વાંચી જાએ. આમાં દલીલને અવકાશ જ નથી, એટલે દલીલ ન કરજો. ” સરદાર વાંચી ગયા. એક વાર વાંચ્યું, બીજી વાર વાંચ્યું, સ્તબ્ધ થયા. હું સાડા પાંચે ઊઠચો. મને છગનલાલે કહ્યું : ‘આપુએ એકવીસ દિવસનું અનશન આદર્યું છે.' હું ચમકયો. બાપુ અને વલ્લભભાઈ આંટા મારતા હતા ત્યાં ગયા. અર્ધો કલાક અમે આંટા માર્યાં. બાપુએ પેાતે એ ચાર વાકયો કહ્યાં હરશે, પણ અમારામાંથી એકેયે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યાં. આવા મહા પ્રસગાએ નથી વિચારને માર્ગ મળતા, નથી અશ્રુને. અર્ધો કલાક પછી વલ્લભભાઈ એ મારી આગળ મૌન ખેલ્યું : · એમના કરતાં પવિત્ર કાઈ ને જાણ્યા છે? એમને શ્વરને રાખવા હોય કે લઈ લેવા હાય એ કેાને ખબર છે? પણ એમના મન અને આત્માના પ્રવાહ જે દિશામાં વહેતા હાય તેને મન, વચન અને કાયાના મૌનથી અનુકૂળ થવું.' આ મૌન એ અડગ સરદારે અતિ વાદાર સિપાઈની તાલીમ પાળીને આજ સુધી પાળ્યું છે અને પાળશે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૧૯
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૭
૪૧૭