એ અનેરુ અગ્નિહેાત્ર સ નથી કરતા. આ જ અંકમાં તમે એક બહેનની કરુણાપૂર્ણ કહાણી* વાંચશેા. એનામાં તે મારામાં ફેર એટલા જ છે કે એણે પાપકર્મો કર્યાં, પણ એને પાપની ખબર નહેાતી; મારાં પાપાનું ભાન મને કદી નહેાતું એમ હું નથી કહી શકતા. એટલે કાઈ ન માને કે એ બહેનના કરુણ એકરારનું પરિણામ આ ઉપવાસ છે. પણ અનેક હ્રદયેામાં આાઈ છુપાઈ રહેલા પાપના એકરારાનું આ પરિણામ છે એમ કહુ. - પ્ર – મારા તમને આવી વાતેામાં ખેંચવાને અધિકાર નથી. હું તે ઉપવાસ વિષે તમારે! અભિપ્રાય પૂછવા ઇચ્છતા હતા. મે સાંભળ્યું હતું કે તમેા, સરદાર, દેવદાસભાઈ, વગેરે પૂજ્ય બાપુજીના ઉપવાસ સામે ઝધડવા હતા. ઉ॰ — કાં સાંભળ્યું ? દેવદાસની વાત કહેા છે. તે ઠીક છે. દેવદાસ તેા એના પિતાનેા પુત્ર છે ના! એના ધગધગતાં આંસુથી ઊકળતા પા- લંભને સાક્ષી છું. પણ સરદારને વિષે મેં ઉપર કહ્યું તે અક્ષરશઃ સત્ય છે. સરદાર તા કાઈ દલીલ કરે એ સહન નથી કરી શકતા. દલીલ કરનારાઓને એ કહે છે : ‘ એમને ન પજવા. એ તલમાં બહુ તેલ નથી, વધારે કચરશેા તો તેલ નહીં નીકળે પણ અગારા ઝરશે.' મારી સ્થિતિ હું વર્ણવી ચૂકયો. મારી મતિ મૂંઝાય છે, અનેક વાર હું પ્રશ્નો પૂછું છું, પણ એ પ્રશ્નો પ્રણ- પાત અને સેવાભાવે એમની પાસેથી સમજવાને માટે. ઈશ્વરનું, પુણ્ય અને પાપનું, સત્યનું દર્શન એમને વિષે મેં જોયું છે તે બીજે કયાંય નથી જોયું. એટલે પાંગળા આચરણુ છતાં, એમના નિય ભૂલભરેલા હેાય એવી શંકા કરવાની મારી બુદ્ધિ હિંમત નથી કરી શકતી. -- હિરજનોને માટે તેા હું તમારી સાથે બુદ્ધિના પ્રયેાગા કરવા નથી આણ્યે. આ ઉપવાસ, તમારી પાસેથી હું સમજ્યા છું એટલા ઉપરથી તેા, મને લાગે છે કે પેાતાની આસપાસની અશુદ્ધિઓથી અકળાઈ ને ગાંધીજીએ કર્યાં છે. ત્યારે એ હિરજતેને માટે થયા છે એમ શા સારુ કહેવામાં આવે છે? - ઉ કારણ હરિજનકામ સિવાય આજે ગાંધીજીને એક વિચાર આવતા નથી, અને એની આસપાસ જ બધી વસ્તુ વણાઈ જાય છે. અશુદ્ધિ એટલે કૈાની ? અશુદ્ધિએ તે ધણીયે પડી છે. શરાબખાનાં પડચાં છે, બીજા અનેક નરકખાનાં પડચાં છે. પણ હિરજનનું કામ કરનારમાં અશુદ્ધિ હોય તે આ હિલચાલ કેમ ચાલી શકે? આ આખી લડત શુદ્ધ ધાર્મિક છે, હિંદુ ધમ માં ગરી ગયેલા ભયંકર સડાને કાઢવાને માટે છે.
- જુએ ‘એક પવિત્ર એકરાર’, હ. બં., તા. ૭-૫-૧૯૩૩, પુ. ૧, અક ૯, પા. ૬૬.