મ મહાદેવભાઈની ડાયરી આ ઉપવાસ ન કરું તે હું દસ વર્ષ જીવીશ એવી મને કાઈ ખેાળાધરી આપતું હૈાય તે તેા ઠીક. પણ એ તે કાઈ આપતું નથી. ઈશ્વરને મતે જિવાડવા હોય તેા જિવાડે, નહીં તેા બે દિવસમાં પ્રાણ લે. એવું પણ ખતે કે મારા જીવતાં કાઈ મહાશક્તિ પાઈને ખેડી હાય, અને મારા પ્રાણ જાય એટલે એ શક્તિ પ્રગટી ઊઠે. અનેક વાતની એક વાત કહું. બીજું કામ કરવા મ ટે જેમ ખાવાની જરૂર પડે છે તેમ આ કામ પાર ઉતારવાને માટે ન ખાવાની જરૂર છે. શરીરને જ નહીં, પણ મનને. ઇંદ્રિયમાત્રને ઉપવાસ એ જ આવશ્યક છે.’ પ્ર - ‘રામરસથી જીવીશ માફ કરશેા. પણ તમને આ બધું ભયાનક નથી લાગતું? ઉભું મારા ભયની શી વિસાત છે? આપણી જિંદગી આખી અનેક ભાતિએ સધરતાં ગયેલી છે. મારા ભયની વાત કરતાં ગાંધીજીની ઇચ્છાતી વાત છે, કારણ એ ઇચ્છાની સરસ્વતી ઈશ્વરેચ્છાની ગંગામાં ભળી ગયેલી છે. ગ્ર • પણ તમે તેા ઉપર કહી ગયા કે ગાંધીજીએ તે કહ્યું કે ધાર્મિક સેનાપતિએ મરીને જીવવાને મત્ર શીખવવા જોઈ એ. તા પછી ગાંધીજીને જીવવાની ઇચ્છા છે એમ કહેવાને કાંઇ અર્થ છે કે? - - – ઉ — અક્ષરશઃ સાચું છે. આ ઉપવાસમાંથી મૃત્યુ જ ખચીત નીપજશે એવી રીતે એ પ્રતિજ્ઞા લીધી હોય તે તેા ગાંધીજી તૂફા ઠરે. એમણે પેાતે પ્રતિજ્ઞા પ્રગટ કરતાં જે કહ્યું છે એ અક્ષરશઃ સાચુ છે. હા, એમા જોખમ રહેલું છે એ જ્ઞાન તે તેમને હતું અને છે જ. એક રિજન પોતે ઉપવાસ શરૂ કરવાનું કહેવા આવ્યા હતા. બીજા એવી વિનંતી કરવા આવેલા કે નામના ખારાક ઉપર — એ મેાસ બીના રસ ઉપર — રહેા. તેને ગાંધીજીએ કહેલા ઉદ્ગાર ટાંકું : “હું તેા એ એકવીસ દિવસ રામરસ પીતા હાઈશ. રામરસ મને જીવતા ન રાખે તે। મેાસબીનેા રસ શી રીતે જિવાડશે? જેણે અસ્પૃશ્યતાના રાવણને નાશ કરવા હોય તેણે રામરસ હરઘડી પીવા જ રહ્યો. અને મારી રામભક્તિ હૃદયની હશે — અને છે જ — – તે તેા રામ આ દેહને નહીં પડવા દે, કારણ રામને અર્પણ કરેલા દેહ રામ ટકાવે એવી ઇચ્છા હજી રહેલી છે. પણ તમારે હિરજનેાએ તે એક વાત ગેાખી રાખવાની છે. જે રામબાણ ઇલાજ મે લીધેા છે તેને અનુકૂળ થવું. તમારે પેાતાને માટે પણ બીજો ઉપાય નથી એ સમજજો. અને સ્પૃસ્ય’ હિંદુને જે કહેવું હાય તે કહે, જે કરવું હેાય તે કરે, તમે તે તમારા હૃદયના અને શરીરના બધા મેલ છેાડીને સાચા હરિજન બનજો.” -
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૪
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૨
૪૨૨