પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૬
 
૪૨૬
 

F મહાદેવભાઈની ડાયરી સાથે આજે ઝઘડી રહ્યા છે. ભક્ત તુલસીદાસની ભક્તિભીની છતાં તાતાં તીર જેવી વાણીમાં ગાંધીજી ભગવાનને પાકારીને કહે છેઃ કહે તુલસીદાસ સુન રામા, લૂટહિ તસ્કર તવ ધામા, ચિંતા યહુ મેાહિ અપારા, અપજસ નહીં હાઈ તુમ્હારા. — હું તે। હમેશનેા લાજ ખેાઈને બેઠેલેા છું, ભગવાન, પણ તારી લાજ રખેને જાય એ ચિતા મને પડી છે.' ૨ [શ્રી મહાદેવભાઈની ખીજી મુલાકાત લઈ શકાય તે પહેલાં તે ગાંધીજી ફૂટી ગયા ને જેલનાં દ્વાર બંધ થઈ ગયાં. એટલે હવે તા . મહાદેવભાઈએ અગ્રેજી - હરિજન ના ખબરપત્રીને આપેલી મુલાકાતને અનુવાદ આપીને જ અમારે સતેાષ માનવા રહ્યો. અનુવાદમાં મહાદેવભાઈના મૌલિક લખાણની મધુરતા અને પ્રસાદ નહીં આવે, એને માટે વાચકાની ક્ષમા માગીએ છીએ. – તત્રી હું અ॰ ] શુદ્ધિયજ્ઞના આરભ સ— ગયે વખતે તમે એક વાત કરી તેથી હું તે વિચારમાં પડી ગયા છું. તમે કહ્યું કે આ ઉપવાસથી આ ધામિઁક હિલચાલમાં નવા યુગને આરંભ થાય છે. એ વસ્તુ વધારે સ્પષ્ટ રીતે સમજાવશે? જ॰ — ખુશીથી. પણ હું કાંઈ કહું એના કરતાં ગાંધીજીએ છાપાંના ખબરપત્રીએને એક નાનકડા સંદેશા આપેલા તે જ તમને સંભળાવું “મારે દુર્ભાગ્યે સત્યનારાયણે મને આ ઉપવાસ બહુ મેાડે! મેાકક્લ્યા. પણ ઋશ્વરી ચેાજનાની ટીકા કરનાર હું કાણુ? એટલે હું તે એને નચાવ્યા નાચુ છું. પણ હું માનું છું કે યરવડા કરાર થયા પછી મારે આવેા ઉપવાસ કરીને જ હિરજનકાને આર ંભ કરવા જોઈ તેા હતેા. એ માંગળાચરણ હવે પાછળથી થાય છે. આ શુદ્ધિયન પણ છે, કેમ કે એ શુદ્ધિ કર્યે જ છૂટકા છે. પણ આ બધી વાત તે હવે મને સૂઝે છે. જ્યારે મને લાગ્યું કે ઈશ્વર મને આજ્ઞા કરી રહ્યો છે, ત્યારે મારી સામે આવી કશી દલીલ નહેાતી. અ ંતર્યામીને અવાજ આવ્યે એની આગળ હું વિવશ બની ગયા. તમે પૂછે છે, આ દુ:ખનેા ઊભરા નથી? એને જવાબ સાદા તે સહેલા છે. એ, દુ:ખના ઊભરા નથી જ. એ મેલ ધેાઈ કાઢવાને માટેનું તપ તેા છે જ. શરૂઆતમાં ઉપવાસ ન કર્યો એટલે હવે આ શુદ્ધિ પણ કર્યા વિના