પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૮
 
૪૨૮
 

૪૨૯ મહાદેવભાઈની ડાયરી વધારેમાં વધારે શ્રદ્ધાવાળા સાથીએમાંના એક રાજાજી છે. એમની બુદ્ધિના પ્રભાવ આગળ ભલભલા માત થયા છે. એમની નમ્રતાને તે પાર જ નથી. તેથી બાપુને મહત્ત્વને નિષ્ણુય રાજાજીને ગળે ન ઊતરી શકયો એ જોઈ તે અમારા ઘણાના હૃદયમાં તે ભારે વેદના થઈ હતી. પણ એ બધી લીલેાની પાછળ, એ સખત વિરેાધની પાછળ રાજાને પ્રેમ ઊભરાઈ જતા હતા, અને એ ભક્તિએ જ આખરે એમના મનને સાંત્વન આપ્યું. એમની શકાએ દૂર થઈ છે અથવા બાપુની ઉપવાસ વિષેની શ્રદ્ધાને ચેપ એમને લાગ્યા છે એમ તે હું ખાતરીથી ન કહી શકું. રાજાજીની બુદ્ધિના ઘણા વિજય મેં જોયા છે, પણ આ વિષમ પ્રસગે એ બુદ્ધિ કળણમાં કળી જતી જણાઈ. દાખલા તરીકે તેમણે એવી પણ દલીલ કરી કે આ દેહદમન એ ભૂરા પ્રકારની હિંસા છે. એમણે એ પણ કહ્યું કે જે ઈશ્વરે આ પણુ લેવડાવ્યું છે તે એને પાર ઉતારશે એમ કહેવું એ પેાતાની ભૂલ થાય જ નહી એવા દાવા કરવા બરાબર છે. ગાંધીજીએ રાજાજીને મીઠાશથી કહ્યું, આ ઉપવાસને અ ંતે તમે મારું સમર્થન જ કરવાના છે. તમારે મારી શ્રદ્દા ઉખેડવાને પ્રયત્ન ન કરવા જોઈ એ.’

એક પવિત્ર પ્રસંગ .. અહી એક પવિત્ર પ્રસંગ વર્ણવવા અસ્થાને નહી ગણુાય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણુસથી પણુ કેવી ભૂલ થઈ જાય છે એનું એ દૃષ્ટાંત છે. રાજાજી અને શંકરલાલ બૅંકર ગાંધીજી આગળ સૂચના લઈ આવ્યા હતા કે ઉપવાસ શરૂ થાય તે પહેલાં દાક્તરને શરીર તપાસવા દેવું. ગાંધીજીએ કહ્યું, ‘એમ મારાથી દાક્તર પાસે તપાસ ન કરાવાય, કેમ કે એ તે! મારી અશ્રદ્ધાની નિશાની ગણાય.’ રાજાજીએ કહ્યું, ‘ત્યારે આપ અમારી એકે વાત સ્વીકારતા નથી ને આપની ભૂલ થાય જ નહી એવા દાવા કરેા છે.' આ વચન સાંભળીને ગાંધીજી ઊકળી ઊંચા ને કહ્યું, “મારી શ્રદ્દા પર તમારાથી આવેા પ્રહાર ન કરાય. મને ખાતરી છે કે હું ઉપવાસમાંથી જીવતા ઊઠવાને છું. એટલું મારું તે તમારે માટે બસ હાવું જોઈ એ. મારી શ્રદ્ધા નબળી ન પાડવાના તમારા મિત્રમ છે. ઉપવાસ શરૂ થતા પહેલાં દાક્તરની તપાસ કરાવવાનું હું કબૂલ નહીં કરી શકું.' ગાંધીજીને આ પ્રમાણે દૂભવ્યા એને અસેાસ કરતા અને મિત્રા ગયા. પછી સાંજે ફરતાં ફરતાં ગાંધીજીને ક્ષણમાં પોતાની ભૂલ સૂઝી. એટલે કહે, એમને મે ભારે અન્યાય કર્યાં. માસ કેટલેા નિળ છે, કેટલી ભૂલેા કરે છે! શુદ્ધિ માટે ઉપવાસ કરવા એઠા છું ત્યાં પણ મિત્રો સામે મે ક્રોધ કર્યો. એમની ક્ષમા માગીશ.' બીજે દિવસે સવારે રાજાજીને નામે નીચેનેા કાગળ માકલ્યાઃ