- એ અનેરુ અગ્નિહાત્ર - ૪૧ લીધેા, પણ ઊલટા દૂર રહેવાને લીધે મારી માનસિક ચિંતા વધારે હતી. અહીં આવીને જાણે એ માનસિક ચિંતા એઓછી થઈ. ૧૯મીએ છૂટીને મારા મન ઉપર જે છાપ પડી હતી તેનાથી જુદી છાપ ૨૬મીએ આવતાં પડી, અને ૨૮મીએ વળી એથી જુદી છાપ પડી. મારા છૂટવા પહેલાં ભાઈ દેવદાસ તરફથી મને ખબરેા તે જેલમાં મળ્યાં જ કરતા હતા. એક દિવસ મને ખબર મળેલી - અને તેને માટે હું તૈયાર હતા — કે · બાપુ દિવસે દિવસે વધારે અતર્મુખ થતા જાય છે, શરીરને વિચાર એછે! જ કરે છે.' તે દિવસે બાપુનુ રાજ રાજ વધારે કૃશ થતું જતું શરીર જોઈ ને દેવદાસે કહેલું, ‘બાપુ, તમે હજામત કરાવેા તેા કદાચ અમને તમારા કરમાતે જતા ચહેરે કાંઈક ઓછા કરમાતા લાગે અને ચિંતા ઓછી થાય.' બાપુએ કહેલું, ‘ હજામત આજે નહી, ત્રીજે વાડિયે, અથવા તેા એથીયે વધારે બહેતર તેા એ કે છેલ્લે દિવસે. મતે શરીરના વિચાર એછા તે આછા આવે છે, અને મારે રામનામ સિવાય બીજા કશાતા વિચાર કરવેા નથી.’ આ છતાં હું ૨૬મીએ જ્યારે આવ્યે ત્યારે મને ચિંતા થતી હતી કે હું શે! જવાબ આપીશ. આશ્રમની પાસે એમણે શી આશા રાખી હશે અને હું એમની એ આશા કેવી સફળ કરીશ. મતે ૨૬મીએ આવતાંવેત મેલાવ્યેા, પણ મારી ચિંતાનું કશું જ કારણ નહેતું એમ મને ખબર પડી. મે કહ્યું કે ‘ આશ્રમમાં ખૂબ વાત કરી છે, આપના કાગળા વગેરે ફરી ફરી વાંચીને સમજી લીધા છે, અને આપનાં પારણા પછી આપની સાથે વધારે ચર્ચા કરીશું.’ એટલે એમણે પ્રસન્નતાથી કહ્યું, ‘એ બરાબર છે.” એ દિવસે એમને કશી બાબતની પડી નહેતી. પણ ૨૮મીએ જાણે એમની મનેવૃત્તિમાં ફેરફાર થયેા. પેાતાના શરીરને એમણે ઈશ્વરને સાંપી દીધું હતું તે જાણે પાછું એની પાસેથી મળ્યું હોય એવી રીતે વિચાર કરતાં મે એમને જોયા. ૨૮મીએ સવારે મૌન લીધા પહેલાં જ્યારે એમણે મને બેલાબ્યા ત્યારે મેં જોયું કે એમની શાંતિને પાર નહેાતા. એમણે પૂછ્યું : · આવતી કાલે શા કાર્યક્રમ રાખ્યા છે? ડૉ. અનસારી કંઈક કુરાને શરીફની આયત મેલશે. ખ્રિસ્ત સેવા સધવાળા કાઈ ભજન એલો. આપણું વૈષ્ણવ જન તે છે જ.' મેં કહ્યું : ‘અમે એવું જ કઈક વિચારી રાખ્યું હતું. અમારી ચેાજના એવી હતી કે આ પ્રાના ૧૧-૩૦ વાગ્યે શરૂ કરવી અને ૧૨ વાગ્યે પૂરી કરવી, એટલે આપ બાર વાગ્યે પારણું કરી શકેા.' તત્ક્ષણ જ એમણે કહ્યું, ‘ના, બધું પ્રાર્થના પછી. અને ઉપવાસને આરંભ તે ૧૨ વાગ્યે થયેા એટલે ઉપવાસ આરે પુરા થાય ત્યાર પછી જ પ્રાર્થના કરવાની.' પૂ. કસ્તૂરમા તે। સવારથી મને -
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૫
૪૪૫