એ અનેરુ અગ્નિહોત્ર ૪૫ નિર્મળ દૃષ્ટિ આગાહી કરે છે, અને જો ચેતીએ તે! ફેલાનારી સુખશાંતિનું પણ એને દર્શન થાય છે. એ મૂંગાનું દુ:ખ પ્રગટ કરનાર છે, અજ્ઞાનનું દુ:ખ જણાવનાર છે, પીડિત અને રખડતાં અને રઝળતાંને એ ખેલી છે, ગરીબને રક્ષક છે, અને ત્રાસ આપનારાઓની ખબર લેનારા છે. જાલિમને પડખે એ નથી ઊભતા, એ તે! જુલમ ખમનારાઓની વહારે ધાય છે, એ ધરાયેલા અને હૃષ્ટપુષ્ટોની પેરવી કરતા નથી, એ તે ભૂખ્યા અને અનાથની પેરવી કરે છે. .. એટલે જ રાજાએ અને સત્તાધીશે એની ભાગ્યે જ બરદાસી કરે છે, ધમ ગુરુઓ અને આચાર્યાં એને દુશ્મન માને છે, ધરાયેલા અને તવગરે એની ઘણા કરે છે.” આ ઐતિહાસિક સત્ય છે અને ઈશ્વરી ન્યાય છે. અનેક જમાના ઉપર સાચી પડેલી એ વાત વાર વાર સાચી પડતી આવી છે એટલે આપણે એ જ્ઞાનનેા લાભ લઈ ને પેગભરાતી ઘૃણા થાય છે અને અવગણના થાય છે એને સ્વાભાવિક સમજી એને વિષે સ પૂર્ણ ઉદાસીન રહીએ, અને આપણી શક્તિ પ્રમાણે સદેશ જેટલા ઝીલી શકાય તેટલે ઝીલીએ અને પચાવી રાકાય તેટલા પચાવીએ. જુદા જમાને પણ આ જમાના જુદા છે એ આપણે ન ભૂલીએ. જે જમાનામાં પેગમ્બરેની ઘણા થઈ, અને એમના ઉપર પથરા પડયા, અને પેગંબરને શૂળીએ ચડાવવામાં આવ્યા તે જમાનાથી આ જમાનેા જુદા છે. આટલા સકાએ પછી આપણે થાડા વધારે સહિષ્ણુ અને ડાહ્યા ન થયા હોઈ એ ? ખેર ! પણ ગરીબ અને પાચા હાડના હિંદુએ હજી પેાતાના પેગમ્બરને પથરા મારી જાણ્યા નથી અને મારે એવી વકી નથી. ઉપવાસ દરમ્યાન કેટલાય સેવાએ છને પેાતાની આત્મકથા લખી મેાકલી હતી. હજી એવી વસ્તુએ આવ્યે જાય છે. ઉપવાસતે। આરંભ કરતાં ગાંધીજીએ દીનબ એન્ડ્રુઝને લખેલું : “ જેમ વખત જતા જાય છે તેમ તેમ ઉપવાસ કરવાને નિશ્ચય ક્રીક જ થયે! એમ મને ભાસતું જાય છે. એવી એવી વાતા કાને આવે છે કે જે ઉપવાસ ન કર્યાં હોત તેા મારી છાતી ચીરી નાખત. પણ હવે તેા એ બધી કૃપાળુ અને ધર્માત્મા ભગવાનને સંપૂર્ણ નિશ્ચિંતતાથી સાંપી શકુ છું. હમણાં જ એક દાખલેા સાંભળીને કહે : એવા એવા માટે પણ આ ઉપવાસ હતા. જાણીએ એવાને માટે નહીં પણ આમ જેનું જ્ઞાન હવે થાય છે એવાને માટે તે એ ઉપવાસ ખાસ હતા. કારણ જેણે પોતાનું પાપ જાહેર કર્યું" છે તેને તેા સહેજે પહોંચી વળી શકાય, પણ જેણે જાહેર નથી કર્યું તેને ઉપવાસ વિના બીજી કઈ રીતે પહોંચી શકાય ? ’’ ૩-૩૦ ,,
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૫
૪૬૫