EX 66 મહાદેવભાઈની ડાયરી પણ ગાંધીજી આગળ જતાંવેંત તેમનું ધૈર્ય ગળી ગયું. ઘેાડીક ક્ષણ તા તેએ અવાક થઇ ગયા. ચાલા ચાલા, વાત કરે. મહાદેવે મને કહ્યું કે તમે વરસે પહેલાં જે વ્રત લીધાં છે તેને વિષે તમારે વાત કરવી છે. તમે વ્રત લીધાં છે એ વાત પણ હું તે ભૂલી ગયા છું. પણ ચાલા, વાત કરી.’ આ સાંભળીને પેલા મિત્રને હિંમત આવી ને ભાંગ્યાતૂટચા શબ્દોમાં એક વાકય માલ્યા : " “ પાંચ વરસ પર મેં કેટલીક પ્રતિજ્ઞા લીધેલી. અને – ' “ અને તે ન પાળી શકયા, એમ તે?” ગાંધીજીએ કહ્યું. મે વચ્ચે કહ્યું, .. tr ના, એથી ઊલટું.” ત્યારે આ હર્ષાશ્રુ છે ના ?” કહીને ગાંધીજીએ એમની પાસે મેાલાવવાતા પ્રયત્ન કર્યો. પણ પેલા ભાઈ તેા મૂંગા જ રહ્યા તે તેમના મેઢા પરથી અશ્રુની ધારા વહેવા લાગી. “ મહાદેવ કહે છે એ કદાચ સાવ સાચુ' નહીં હાય. તેા મે કરેલું એમ કરે. મે જ્યારે પિતા આગળ પડેલવહેલા ગુને કબૂલ કર્યો ત્યારે મારી જીભ ઊપડી નહેાતી. એટલે મેં કાગળ પર મારે કહેવાનું લખી દીધું. તમારે પણ જે કહેવું હાય તે લખી નાખેા.” ગાંધીજીએ કહ્યું. પણ પેલા ભાઈ તેા હજી અવાક જ હતા. તેમણે મને નિશાની કરી જણાવ્યું કે મને હવે જવા દેા. પણ ઘેાડાં વધારે આંસુ પાડચા પછી તેમને હિંમત આવી. “બાપુ. પાંચ વરસ પહેલાં મેં મારી પ્રતિજ્ઞા લખેલી તે આપે એમાં એક શબ્દ સુધાર્યાં હતા.” ‘‘હા, પણ હું તે। એ સાવ ભૂલી ગયા છું.” ગાંધીજીને એ ભૂતકાળનું સ્મરણ કરાવી પેલા મિત્રે કહ્યું: “બાપુ, મારે અંતરમાં ધનàાર યુદ્ધ ચલાવવું પડયુ છે, પણ ઈશ્વરની કૃપાએ હું પ્રતિજ્ઞાના અક્ષરનું અને ઘણે અંશે એના મનું પણ પાલન કરી શકયો છું.’ “ એ તા સરસ કહેવાય. આંસુ આવે છે એ હું સમજી શકું છું. શ્વિર જ્યારે પ્રતિજ્ઞા પળાવે ત્યારે હૃદય આભારની લાગણીથી ઊભરાઈ જાય છે. 66 .. પણ સવાલ તે। હવે છે.” “કેમ? તમારાં મા અધીરાઈ કરે છે? મા તેા અધીરાઈ કરે જ.”
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૬
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૪
૪૭૪