પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૮
 
૪૭૮
 

પરિશિષ્ટ ૪ સરકાર સાથે પત્રવ્યવહાર [બ્રિટિશ વડા પ્રધાનના કામી ચુકાદા સામે ગાંધીજીએ ઉપવાસ આદર્યાં તેને પરિણામે ચરવડા કરાર થયેા. બ્રિટિશ પ્રધાનમડળે કરેલા તે કરારના સ્વીકારમાંથી જ ફલિત થયું કે જેલમાથી અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવાની બધી ! અને સગવડા સરકારે બાપુને આપવી જોઈએ. તેને અંગે સરકાર સાથે થયેલા પત્રવ્યવહાર આ પરિશિષ્ટમાં આપવામાં આવ્યા છે.] ૧ ભાઈશ્રી મેજર ભંડારી, તા. ૨૯-૯-કર આજે ૧૨ વાગ્યે તમે મને મેઢેથી જે હુકમા પહોંચાડવા તેને અર્થ હું નીચે પ્રમાણે કરું છું: આજની તારીખથી અસ્પૃશ્યતાને અગે અથવા બીજા કાઈ જાહેર કામતે અંગે શ્રી ધનશ્યામદાસ બિરલા અને શ્રી મથુરાદાસ વસનજી સિવાય ખીજા કાઈ મુલાકાતીને મને મળવા દેવામાં આવશે નહીં; બીજું, મિસિસ ગાંધીને તરત જ સ્ત્રી કૈદીએના વિભાગમાં ખસેડવામાં આવશે; અને બીજા બધા મુલાકાતીઓને ઉપવાસ પહેલાં જે રીતે મળવા દેવામાં આવતા હતા અને જેની સૂચનાએ મને જેલમાં દાખલ કર્યા પછી તરત. જ પહોંચાડવામાં આવી હતી અને જે પાછળથી સુધારવામાં આવી હતી તે મુજબ મળવા દેવામાં આવશે. આનેા અથ એ થયેા કે શ્રીમતી સરેાજિની નાયડુ જેમની હાજરી મારી માંદગી દરમિયાન મતે આસાયેશ આપનારી થઈ પડી હતી તેમને અથવા તે! મારા દીકરા દેવદાસને અને તેની ભાવિ પત્નીતે, અથવા તે। આશ્રમવાસીએ, જે આ કટાકટી દરમિયાન મારી સેવાચાકરીમાં હતા તેમને મળવાનેા લાભ હવે મને મળી શકશે નહીં. મારે કબૂલ કરવું જોઇએ કે આવી રીતે એકાએક અને કઠેર રીતે મને યાદ કરાવવામાં આવ્યું છે કે જેનું શરીર પૂરેપૂરું સરકારની દયા ઉપર છાડવામાં આવ્યું છે એવા એક કેદી હું છું. આ માટે હું બિલકુલ તૈયાર નહેાતા. તેમ છતાં હું સરકારને જણાવવા ઇચ્છું છું કે હજી હું માં ૪૮