R મહાદેવભાઈની ડાચરી જોઈએ કે તેમની સાથેની એક મુલાકાતને પરિણામે મિ. શૌક્તઅલીને મેાકલેલા એક તાર, જે પાસ કરવામાં આવ્યા નહેાતે। . તે વમાનપત્રોમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. ભાઈશ્રી કર્નલ ડોલ, ૫ તા. ૨૪–૧૦–'કુર અસ્પૃશ્યતાના કામ અંગે મિત્રોની મુલાકાત લેવા વિષે તથા પત્ર- વ્યવહાર ચલાવવા વિષે તેમ જ બીજી બાબત વિષે સરકારની નીતિની વ્યાખ્યા કરવાની મેં કરેલી વિનંતીની બાબતમાં તમારા જવાબ આજે સવારે મેજર ભંડારીએ મને વાંચી સભળાવ્યેા. મને તેની નકલ કરી લેવા દેવામાં આવી હતી. એ જવાબ પ્રમાણે “ સરકાર મને તેમણે પસદ કરેલા માણસ સાથે વાજબી સખ્યામાં મુલાકાત લેવા દેવા અને પત્રવ્યવહાર ચલાવવા દેવા તૈયાર છે, એ સ્પષ્ટ શરતે કે એ વર્તમાનપત્રોમાં આપવામાં આવશે નહી’.” મને લાગે છે કે સરકાર કદાચ નહીં જાણતી હોય કે મારા ઉપવાસ કેવળ મુલતવી રહ્યો છે, અને અસ્પૃશ્યતાનિવારણનું કામ પાકે પાયે ન થાય તે એ ફરી આદરવામાં આવે એવેા સંભવ છે. વળી દક્ષિણના એક મંદિરની બાબતમાં, જો એ બીજી જાન્યુઆરી પહેલાં કહેવાતા અસ્પૃસ્યા માટે ખુલ્લું ન થાય તેા, શ્રી કેલપ્પન સાથે ઉપવાસમાં જોડાવાની મને ફરજ પડે. આ વસ્તુ સરકાર જાણે છે, છતાં હું કાંઈ પણ કરી શકું તે સિવાય ત્રણ આવાડિયાં તે પસાર થઈ ચૂકયાં છે. એ દરમિયાન લાંખી ઢીલ પછી માત્ર એ તારા મેાકલવા દેવામાં આવ્યા હતા. જો આ સુધારાને મારે યાગ્ય વખતમાં પહેાંચી વળવું હાય તા કામને! ઝડપી ઉકેલ અને જાહેર પ્રચાર આવશ્યક છે. દરેક દિવસ કીમતી જાય છે. તેથી હું વિનતી કરું છું કે મુલાકાતીઓની પસંદગી અને પત્રવ્યવહારની પ્રસિદ્ધિ ઉપરના તમામ અંકુશા દૂર કરવા જોઈ એ. મુલાકાત વખતે એક અથવા વધારે અમલદાર હાજર રહે અને મારેા પત્રવ્યવહાર ત્યાં ને ત્યાં જ તપાસી લેવામાં આવે તેની સામે મારે કશા વાંધે નથી. મતે જો મહ્દ આપવામાં આવે તે ભલે મારા બધા પત્રવ્યવહારની સરકાર નકલા કરી લે, અને બધી મુલાકાતાની લઘુલિપમાં તેોંધ લઇ લે. સ્વાભાવિક રીતે જ આ મુલાકાતા અને પત્રવ્યવહારમાં સવિનયભંગની લડતનેા જરા પણ ઉલ્લેખ આવશે નહીં અને તે અસ્પૃશ્યતાનિવારણના કામ પૂરતી જ કડકપણે મર્યાદિત રહેશે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૪
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૨
૪૮૨