સરકાર સાથે પત્રવ્યવહાર આવતા નવેમ્બરની આવે તેા મારે ના સત્યાગ્રહના નિયમની તેથી ઉપર જણાવ્યા પ્રમાણે બધા અંકુશા પહેલી તારીખે અથવા તે પહેલાં દૂર કરવામાં નહીં છૂટકે જે સહકાર આપવા મારે માટે શકય છે તે મર્યાદામાં રહીને પાછે ખેંચી લેવા પડશે. તેની શરૂઆત તરીકે ખારાક મામતની જે સગવડે! મને આપવામાં આવે છે તેને હું ઇન્કાર કરીશ, અને મારાં ત્રતાની સાથે સુસંગત રહીને, અને મારું શરીર જેટલે દરજો એ ખારાક જીરવી શકે એટલે ર ક વ જ ખારાક લઈશ. હું જરૂર આશા રાખું છું કે સરકાર આ વસ્તુને ધમકી રૂપે નહીં ગણે. મે લેવા ધારેલું પગલું સરકારના વલણનું સ્વાભાવિક પરિણામ છે એ ખરું, પણ જે કામને માટે મે ઉપવાસ કર્યાં હતા અને જે હાલ મુલતવી રહેલા છે, તે કામ મને બિનરાકટાક ન કરવા દેવામાં આવે તે જીવવામાં મને કા રસ હાઈ શકે નહી. આ નૈતિક અને ધાર્મિક સુધારાને વિનયભંગ સાથે જરા પણ લેવાદેવા હોત તા મેં કશી માગણી ન કરી હાત. નામદાર મિ. હડ્સનને મેં જે અંગત કાગળ લખ્યા હતા તેના જવાબથી મને દુઃખ સાથે આશ્ચર્ય થયુ છે. ડો. આંબેડકર સાથેની મુલાકાત વખતે મને જે ચેતવણી વાંચી સંભળાવવામાં આવી તે, મૌલાના શૈાકતઅલીના તારને વિષે જે થયાને મારી ઉપર આક્ષેપ છે તેની સજા તરીકે હતી, તેા કેદી પ્રત્યેતેા પણ સામાન્ય ન્યાય એ માગી લે છે કે મને એ ચેતવણી આપતી વખતે સજાનું કારણ જણાવવું જોઇતુ હતું, અને સજા ફરમાવતા પહેલાં મારી પાસેથી ખુલાસા માગવા જોઈતા હતા. કેદીને બિલકુલ સાંભળ્યા વિના તેને સજા ફરમાવી શકાય એ હું જાણતા નહેાતા. મને એવા દૂરના પણ ખ્યાલ નહેાતા કે મારા દીકરા ઉપર સરકારે લખેલેા કાગળ, જે મે જોયા હતા, તેનેા ઇરાદેા મને ચેતવણી આપવાનેા હતેા. હું તમને જણાવું કે મારા દીકરાએ અમલદારેાની હાજરીમાં મને ચોખ્ખુ કહ્યું હતુ કે મિ. હડ્સને, તેને મને જેટલી વાર મળવું હાય તેટલી વાર મળવાની પરવાનગી ઉદારભાવે તત્કાળ આપી હતી, એટલુ જ નહી પણ કાઈ પણ વસ્તુ ઉપર વાત કરવાની અને મારી પાસેથી કાઈ પણ સંદેશા લઈ જવાની પરવાનગી પણ આપી હતી. એટલી જ શરત હતી કે તે વિષે એણે (મારા દીકરાએ ) વમાનપત્રોને મુલાકાતા ન આપવી, તેમ કશું છાપવું નહી. આ વાતચીત ઉપરથી મારા દીકરાને એમ કહેવામાં મને કાંઈ ભૂલ ન લાગી, કે માલાના શૌકતઅલીને કહેજે કે એમનેા તાર મે જોયા છે અને તેને મેં જવાબ પણ આપ્યા છે અને એક બે દિવસમાં એ તમને મળશે એવેા પણ સભવ છે; ઢીલ થવાનું કારણ એટલું જ છે કે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૩
૪૮૩