મહાદેવભાઈની ડાયરી પસાર થવા માટે તે સરકારમાં મેકલવામાં આવ્યા છે, મને એવા સહેજ પણ વિચાર નહી આવેલા કે આવા તદ્દન નિર્દોષ તારને પાસ નહીં કરવામાં આવે. તેથી મેં તેા એ તારના જવાબની મતલબ પણ મારા દીકરાને કહી હતી. તમારા કાગળના આ વિષેના ભાગમાં એ ખેાટી રજૂઆતે થયેલી છે તે મારે સુધારવી જોઇ એ. મારા દીકરા સાથે વાત કરતી વખતે મને ખબર નહેાતી કે એ તાર મેાકલવા માટે પસાર કરવામાં આવ્યે નહાતા. બીજી, એમ કહેવું એ પણ મરેાબર નથી કે જવાબને મજકૂર છાપાંઓમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મે છાપાંમાં જે જોયુ છે તેમાં તેા જવાબતી મતલબ જ છે. મેં મારા દીકરાને જવાબની નકલ આપી નહેતી. અહીં હું ઉમેરું છું કે મારા દીકરાએ પેાતાના ખાનદાન સ્વભાવને લીધે મિ. હડ્સનને સુજનતાપૂર્વક કાગળ લખ્યા અને પાતે ચેતવણી આપ્યા છતાં મૌલાના શૌકતઅલીએ એની સાથેની વાતચીત છાપી એ અલ ક્લિગીરી દર્શાવી. તેની આ નિખાલસતાના જવાબમાં તેને આભારને કાગળ મળવા જોઈતા હતા, પણ કમનસીબે તેને તે પર્કા મળ્યા. છતાં એ બાબત તેણે મૌન સેવ્યું. આટલા પૂરેપૂરા ખુલાસા પછી પણ મિ. હડ્સન પેાતાને અભિપ્રાય નહીં બદલે અને એક માણસ તરીકે મને તેમણે ગંભીર અન્યાય કર્યો છે એમ નહીં માને તે મને દિલગીરી થશે. લિ. સેવક મા ક॰ ગાંધી ભાઈશ્રી મેજર ભંડારી, ૬ તા. ૩૧-૧૦-૧૯૩૨ કર્નલ ડોઈલને તા. ૨૪મીએ લખેલા મારા કાગળમાં મે' જે રાહત માગી છે તે સરકારે આપી નથી. અને આજે એ નહી મળે તે એ કાગળમાં જણાવ્યા પ્રમાણેના મારા પ્રાગતિક અસહકાર આવતી કાલથી રારૂ થશે. એ કાગળમાં મે કહ્યું છે તેમ મને જે ખાસ ખારાક આપવામાં આવે છે તેને ઇન્કાર કરીને હું મારા અસહકારની શરૂઆત કરીશ. એટલે આવતી કાલથી બકરીનું દૂધ મેાકલવાનું બંધ કરશેા. આ ઉપરાંત અત્યારે હું ખાટાં લીંબુ અને શાક સરદાર વલ્લભભાઈ પટેલના ફૅશનમાંથી લઉં છું અને કાઈક વાર ઘેાડી આખા ઘઉંની રોટી શ્રી મહાદેવ દેસાઈના રૅશનમાંથી લઉં છું. ખાટાં લી” અને શાક સરદાર વલ્લભભાઈ મગાવે છે, તેથી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૬
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૪
૪૮૪