પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૦
 
૪૯૦
 

૪૦ મહાદેવભાઈની ડાયરી તેના સુપરિન્ટેન્ડન્ટ મારફત લખ્યા હતા. તેને હજી સુધી મને કશે। જવાબ મળ્યા નથી. સરકાર જાણે છે કે અઠવાડિક પત્રો અંગ્રેજી હરિજન’ અને ગુજરાતી ‘હિરજનબંધુ' અને કંઈક અંશે તેની હિંદી આવૃત્તિ એ બધાંની નીતિ ઉપર મારી દેખરેખ છે. યરવડા કરારના મુખ્ય અંગ તરીકે મારા મન સાથે અને હરિજનેા પ્રત્યે જે પ્રતિજ્ઞા મે લીધેલી છે તેના પાલનને માટે હું જે અસ્પૃશ્યતાનિવારણનું કામ કરું છું તેનું આ માત્ર એક અગ છે. મારા જીવનનેા ભાગ આપ્યા સિવાય આ કામ અટકાવી શકાય નહી. તેથી આવતા મંગળવાર સુધીમાં મને જવાબ મળી જાય એવી હું વિનતી કરું છું, જેથી કરીને આવતા અઠવાડિયાના 'હરિજન'નું કામ અને બીજી કેટલીક અગત્યની બાબતે જે હું પકડાયેા ત્યારથી લટકતી રહી છે તેને હું ઉકેલી શકું. લિ. સેવક મા ક॰ ગાંધી ૧૩ [તા. ૫-૮-’૩૩ના રોજ કલ માર્ટિનને લખેલા કાગળમાંથી ઉતારા પરંતુ એ બાબતા એવી ખાસ જરૂરી છે, જેટલેા જરૂરી ખારાક શરીરને હાય. એક બાબત અસ્પૃશ્યતાનિવારણનું કામ ચાલુ રાખવાની છે, જે વિષે મેં સરકારને કાગળ લખ્યા છે. બીજી આખત જે સાથીએ અહીં જેલમાં છે તેમની સાથે માનવતાને સસગ રાખવાની છે. મારી પહેલી કદ દરમિયાન જે વખતે હું સજા પામેલા કેદી હતેા તે વખતે પણુ, આ બીજી વસ્તુ માન્ય રાખવામાં આવી હતી. હું આશા રાખું છું કે આ જેલ દરમિયાન એ પ્રથા ચાલુ રહેશે. હોમ સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ, પૂના. ભાઈશ્રી, ૪ તા. ૬-૮-૩૩ અસ્પૃસ્થ્યતાનિવારણનું કામ ચાલુ રાખવાની રજા માટે મે કરેલી વિનતી ઉપર સરકાર વિચાર કરે છે, પણ આવતા સામવાર પહેલાં તેને નિર્ણય સરકાર આપી શકશે નહી એવા સરકારતા જવાબ હમણાં જ (સવારે ૧૦ વાગ્યે) મને પહોંચાડવામાં આવ્યું છે.