પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૨
 
૪૯૨
 

૪૯ મહાદેવભાઈની ડાયરી ૧૫ [ઉપરના કાગળને મુંબઈ સરકારને જવાબ બાપુને તે જ દિવસે રાત્રે ૧૦૫ વાગ્યે પહોંચાડવામાં આવ્યા. તેમાં જેલ મેન્યુઅલના ૪૫૪ નિયમ મુજબ પહેલી વિનંતી માન્ય રાખવામાં આવી હતી અને બીજી મે વિનતીએ અંશત: સ્વીકારવામાં આવી હતી. તેને ગાંધીજીએ નીચે પ્રમાણે જવાબ લખ્યા,] સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ, હામ ડિપાર્ટમેન્ટ, મુંબઈ. ભાઈશ્રી, તા. ૮–૯–૩૩ છઠ્ઠી તારીખના કાગળમાં મે ત્રણ વિનતીએ કરેલી તેને તાકીદે જવાબ આપવા માટે હું આપનેા આભાર માનું છુ, હરિજનકામ સબંધી મે જે સામાન્ય વિનતી કરી છે. તેને વિષે સરકારના હુકમે આવે ત્યાં સુધીમાં મારી પહેલી વિનંતી માન્ય રાખવામાં આવી છે અને ખીજી તથા ત્રીજી વિનતી સબંધમાં બહુ મર્યાતિ રજા મતે આપવામાં આવી છે તેને આભાર સાથે મેં લાભ લીધેા છે. પણ હુ એટલું જણાવું મને અ વના કેદી ગણવામાં આવ્યા છે તે હકીકતથી પ્રેરાઈ તે મે આ વિનતીએ કરી નથી. મારા કેસ ચાલ્યે! તે વખતે કેદીઓના વર્ગીકરણ સામે મે વાંધે ઉઠાવેલા હાઈ હું એ વર્ગીકરણને બિનજરૂરી મહત્ત્વ આપતા નથી અને આપવા માગતા નથી. હું જાણું છું કે અ વર્ગના ફેંદીને જે છૂટા આપવામાં આવે છે. તેમાંની કાઈ પણ છૂટતા મારે લાભ ન લેવા હાય તે તેમ કરવાની મને છૂટ છે. તે ઉપરાંત મને એ બાબતનેા પણ બરાબર ખ્યાલ છે કે બીજા અ વર્ગના કદીએતે પણ સરકાર જે શારીરિક સગવડ નથી આપતી તે શારીરિક સગવડા હું ભેગવું છું. એ સગવડ હું એટલા માટે નથી ભાગવતા કે મને અવમાં મૂકવામાં આવ્યા છે પણ એટલા માટે ભેગવું છું કે શારીરિક અથવા દાક્તરી દષ્ટિએ મારે માટે તે આવશ્યક છે. પણ મારે તે। બીજી સગવડાની આવશ્યકતા છે જે આના કરતાં વધારે ઉચ્ચ કાટિની છે અને જેના વિના આ જીવન મને અસહ્ય એજારૂપ થઈ પડે એમ છે. એ જરૂરિયાતા આત્માના તલસાટમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ કેદી તરીકે સરકારની સાથે વાદવિવાદ કરવાનું હું ટાળવા ઇચ્છું છું. સરકારને હુ એટલી જ વિનતી કરું છું કે મારી શારીરિક જરૂરિયાતા માટે તેએ જેટલી દરકાર રાખે છે તેટલી જ દરકાર મારી આત્માની જરૂરિયાતા માટે રાખે. લિ. સેવક મેા ૩૦ ગાંધી