sex મહાદેવભાઈની ડાચરી હિરજનસેવા કશી રાકટાક વિના હું ન કરી શકે તે જીવનમાં મને કશે। સ રહેતા નથી. પહેલાંના મારા પત્રવ્યવહારમાં મે સ્પષ્ટ કર્યું છે અને જે હિંદ સરકારે સ્વીકાયુ" છે તે પ્રમાણે યરવડા કરારમાં બ્રિટિશ સરકારની સમતિ જેટલે દરજજે આવશ્યક ડુતી એટલે દરજ્જે એ સંમતિ આપનાર પક્ષ હાઈ, આવી સેવા કરવાની મને પરવાનગી આપવી એ, એ કરારને સંમતિ આપવામાં જ ગર્ભિત રહેલુ છે એટલે આવી પરવાનગી તે જ મતે મળે એમ હું ઇચ્છું છું જો સરકાર માનતી હાય કે મને એવી પરવાનગી આપવામાં ન્યાય રહેલા છે. એટલા માટે મને પરવાનગી ન મળવી જોઈ એ કે એવી પરવાનગી નહી આપવામાં આવે તે! હું ઉપવાસ કરીશ. ઉપવાસ કરવાનું તે કેવળ મારા દિલની શાન્તિ સારુ છે. લિ, સેવક મા ક॰ ગાંધી ૧૮ [તા. ૧૫મીને મંગળવારે કર્નલ માર્ટિને સરકારના એક કાગળની વિગતે જણાવી, તેની મતલબ એ હતી કે શિ. ગાંધીને પૂછ્યું કે એમની મુખ્ય વિનંતી ઉપર હુકમેા કરવામાં આવે તે દરમિયાન 'હરિજન' માટેના લેખા આપવા માટે તેમને બીજી મુલાકાતની જરૂર છે કે કેમ? તથા દરરાજ તેમની જે ટપાલ આવે છે તેના નિરાકરણ માટે તેએ કાંઈ માર્ગ સૂચવે છે કે કેમ ? આ યાદીના જવાબમાં બાપુએ નીચેને કાગળ લખ્યા. ભાઈશ્રી કર્નલ માર્ટિન, સરકાર તરફથી તમને નીચે પ્રમાણે કહેવાનું છે. તા. ૧૫-૮-૩૩ એ યાદી મળી છે તે સબંધમાં મારે ૧. સરકારને મે તા. ૧૦મીએ લખેલા કાગળના જવાબમાં હિરજન’ના લેખા એના કામચલાઉ તંત્રીને આપવાની અને એ વિષે એમને સૂચનાએ આપવાની મને પરવાનગી આપવામાં આવી તે માટે હું આભારી છું પરંતુ એ પરવાનગી મારી તાત્કાળિક જરૂરિયાતેાને પડેાંચી શકતી નથી. દરરાજ આવતા કાગળાના સંપર્ક રહ્યા સિવાય હિરજન'ને માટે કાંઈ ઉપયાગી લખવું એ મુશ્કેલ છે. વળી અસ્પૃશ્યતા વિષેના પત્રલેખકે સાથે સસમાં રહેવું એ ‘હિરજન’તુ સપાદન કરવા જેટલું જ અગત્યનુ છે. દાખલા તરીકે, એક હરિજન શાળામાં મારી દેખરેખ નીચે એક અધરા પ્રયાગ ચાલી રહ્યો
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૬
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૪
૪૯૪